• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય*

*સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય*

*જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર: પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ*

– જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય
– મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર
– જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને રૂ.૧૪૪.૦૮ લાખની સહાય અપાઇ

દેશના પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે કરેલા નિર્ણયની વિગતો આપતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના, કેટલફીડ ફેક્ટરીની સ્થાપના, એરીયા સ્પેસિફિક મિનરલ મિક્ષર પ્લાન્ટની સ્થાપના, સાઇલેજ બેલીંગ યુનિટ હાર્વેસ્ટર કમ ચોપર સહિતની વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘો માટે રાજ્ય સરકારે રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર કરી છે.

મંત્રી શ્રી પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ-કચ્છ વિસ્તારના પશુપાલકોને દૂધનું સારુ વળતર મળશે અને પશુપાલન વ્યવસાયને વેગ મળશે.

તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને 2 LLPD પ્લાન્ટના નવીનીકરણ અને 2 TPD પનીર પ્લાન્ટ સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય મંજૂર કરી છે. આ પ્લાન્ટના ઓટોમેશનથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે અને જિલ્લાના દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થવાથી જૂનાગઢ જિલ્લાના પશુપાલકોની આવકમાં વૃધ્ધિ થશે.

તેમણે કહ્યું કે, મોરબી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મોર્ડન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ૨ લાખ લીટર પ્રતિ દિનની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર કરી છે. મયુર ડેરી-મોરબી દ્વારા આ મત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલીકરણ થવાથી  દૂધ સંપાદન, દૂધ પ્રોસેસીંગમાં કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને મૂલ્યવર્ધન થકી દૂધ તથા દૂધની બનાવટોની ગુણવત્તામાં વધારો થશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એસ્ટાબ્લિસમેન્ટ ઓફ 40 KL BMC બેઝ ક્લસ્ટર મિલ્ક ચિલિંગ સ્ટેશન વિથ સેન્ટ્રલ લેબોરેટરી એન્ડ ગોડાઉનની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૪૪.૦૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જેનાથી દૂધના ચિલિંગ તથા સ્ટોરેજથી દૂધની ગુણવત્તામાં વધારો થશે, સાથે જ જિલ્લા તથા રાજ્યમાં સહકારી ક્ષેત્રે સંગઠિત દૂધ સંપાદનમાં પણ વધારો થશે.

Related posts

*મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ જવાનોને પ્રમોશન મળવા બદલ સન્માનિત કરાયા*

Hello Morbi

*મોરબીમાં સ્વીફ્ટ કાર વેચ્યા બાદ છેતરપિંડી બી ડવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment