• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા મીયાણા પો સ્ટેના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને કચ્છ જિલ્લાના અંજાર ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC વિક્રમભાઇ રાઠોડ ,બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મીયાણા પોસ્ટે ફ.ગુ.ર.નં.૧૦/૨૦૧૯ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો હાલે કચ્છ જિલ્લાના અંજાર ખાતે હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફની ટીમ બનાવી અંજાર ખાતે મોકલતા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ ઉ.વ.૪૨ રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો શિવ લોજીસ્ટ મેઘપર બોરીચી ખાતેથી તા.૧૨/૦૧/૨૪ ના રોજ મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

MPના ગૃહમંત્રીનો એક્સક્લૂસિવ ઇન્ટરવ્યુ:MPના ગૃહમંત્રીઃ કોઈ નામ બદલીને લવ કરે, ગોળી મારે, એસિડ ફેંકવાની ધમકી આપે, તો કાયદો લાવવો જ એક રસ્તો

Hello Morbi

*શરમ કરો શરમ મોરબી ભાજપ ના હોદેદારો મોંઘવારી મુદેતો ચૂપ બેરોજગારી મુદ્દે ચૂપ પણ બોટાદ ના લઠ્ઠાકાડ મુદ્દે પણ ચૂપ?? મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છ વર્ષથી ફરાર શખ્સ ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો*

editor

Leave a Comment