• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટ્રકમાં માટીની આડમાં છુપાવીને જામનગર ખાતે લઇ જવાતા ઇંગ્લીશ દારૂ ના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

ટ્રકમાં માટીની આડમાં છુપાવીને જામનગર ખાતે લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન, ટ્રક મળી કુલ કી.રૂ.૫,૫૭,૭૫૦/-ના મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી

શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન સુચના મુજબ શ્રી એન.એચ.ચુડાસમા શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી-હળવદ રોડ ઉંચીમાંડલ ગામ પાસે આવેલ મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં એક ટાટા ટ્રક નંબર-GJ-10-Z-8099 વાળી પડેલ છે, જે ટ્રકમાં માટીની આડમાં રાજસ્થાન રાજયથી ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવી જામનગર ખાતે લઇ જનાર છે. તેવી ચોકકસ હકિકત આધારે મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં તપાસ કરતા હકીકત વાળી ટ્રકમાંથી નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા/દરબાર રહે. મુંગણી તા.જી.જામનગર
૨) દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ/દરબાર ઉ.વ. ૩૩ રહે. રાભડા ચોરા વિસ્તાર તા.લાઠી જી.અમરેલી
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
૧) મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તા.જી.જામનગર
(૨) પ્રભુજી રહે. રાજસ્થાન
પકડાયેલ મુદામાલની વિગત –
(૧) ઓલ્ડમંક ડીલક્ષ રમ ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૭૨ કિ.રૂ.૨૫,૨૦૦/-(૨) મેકડોવેલ્સ૦૧ રમ ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૧ કિ.રૂ.૩૮૫૦/-
(૩) બ્લેક બાય બકાર્ડી રમ ૭૫૦ એમ.એલ. ની બોટલો નંગ-૧૨ કિ.રૂ.૪૨૦૦/-
૪) એટ પી.એમ. સ્પે. રેર વ્હીસ્કીની ૭૫૦ મીલીની બોટલો નંગ-૫૭ કિ.રૂ.૧૭,૧૦૦/-
(૫) કીંગ ફીશર બીયર ટીન નંગ-૨૪ કી.રૂ. ૨૪૦૦/-
૬) માટી આશરે ૨૪ ટન કી.રૂ. ૦૦/૦૦
(૮) મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/-
દારૂની બોટલો નંગ-૧૫૨ કિ.રૂ. ૫૦,૩૫૦/- બીયર ટીન નંગ-૨૪ કિ.રૂ. ૨૪૦૦/- મોબાઇલ ફોન
નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- તથા ટ્રક-૦૧ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૫૭,૭૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ
9.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ. ચુડાસમા, શ્રી
કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો
કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે.*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદસમિતિની બેઠક ૧૯ જાન્યુઆરીએ યોજાશે*

editor

*મોરબીથી શ્રીનાથદ્વારા નો એ.સી. કોચ બસ રૂટ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી*

Hello Morbi

Leave a Comment