• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 𝟏𝟏 લાખ શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસાને અર્પણ કરાયા*

શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 11 લાખ શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસાને અર્પણ કરાયા
શ્રી જલિયાણ ગૌશાળા ડીસાને સવા પાંચ લાખ રૂપિયાનું ટ્રેકટર અર્પણ કરવામાં આવ્યું
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 428 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રીમતી કિંજલબેન હાર્દિકકુમાર શંભુલાલ ઠક્કર/જીવરાણી કસલપુરાવાળા પરિવારના નિવાસસ્થાને હતાં જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્ય જલારામ બાપાના ભજનની જોરદાર રમઝટ જામી હતી.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે 77000 સતોતેર હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઈ હતી.
શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા ખાતે સવા કરોડના ખર્ચે ગૌમાતાઓના નિવાસ માટે અધતન શેડ બની રહેલ હોઈ રૂપિયા 11 લાખ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે સવા પાંચ લાખ રૂપિયાની કિંમતનું ટ્રેકટર ગૌશાળાના ઉપયોગ હેતુ શ્રી જલિયાણ ગૌશાળા ડીસાને અર્પણ કરવામાં આવ્યું હતું.
ભજન યજમાન પરિવારનું વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન પૂજ્ય જલારામ બાપાના સ્મૃતિચિન્હથી કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શ્રી સુનીલભાઈ પ્રતાપભાઈ સોનગરા પરિવારના નિવાસસ્થાને હોઈ સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

Related posts

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિતે બાળકો માટે ડીઝીટલ “રાધા-કૃષ્ણ” સ્પર્ધા તથા મટકીફોડ યોજાશે*

Hello Morbi

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment