
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ હરેશભાઈ જે ઠક્કરનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ સન્માન
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે ડીસાના હરેશભાઈ જે ઠક્કરની તાજેતરમાં જ વરણી કરવામાં આવી છે.તેઓએ ગુરૂવારે જલારામ મંદિર ખાતે પધારી પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
આ પ્રેરણાદાયી અવસરે શ્રી જલારામ મંદિર ડીસા તરફથી તેમનું સાલ,ફૂલછડી અને જલારામ દર્શન ગ્રંથથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.હરેશભાઈ ઠક્કરે તેમના પ્રતિભાવમાં પત્રકારોની સુરક્ષા વધે અને સમાજની પણ સારી સેવા થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.
આ દિવ્ય અવસરે ગણપતભાઈ અખાણી, કનુભાઈ મધુસુદનભાઈ ગોકલાણી, હિતેશભાઈ સોનપાલ,કિસન કારિયા, જયંતિભાઈ મજેઠીયા, છગનલાલ કારિયા, નવીનભાઈ રામપુરા, ભરતભાઈ ગોકલાણી, ગીરીશભાઈ સોની, મહેશભાઈ ત્રિકમલાલ ઠક્કર સહિત અનેક જલારામભકત ભાઈઓ બહેનોએ ખાસ ઉપસ્થિત રહીને હરેશભાઈ ઠક્કરને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
