• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ.*

*મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ.*

*બપોરે ૪ વાગ્યા થી શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે સમસ્ત રઘુવંશીઓ માટે પવિત્ર શ્રી રામધામ નુ શીલા પૂજન તેમજ કળશ પૂજન યોજવા માં આવશે.*

મોરબી ના દરેક રઘુવંશી પરિવારો ને મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા જણાવવા માં આવે છે કે જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ નું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ યજ્ઞ, ખાત મુહૂર્ત તેમજ શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી ની ટેક ના પારણા સહીત ના કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત મોરબી નો સમસ્ત લોહાણા સમાજ શ્રી રામધામ ના નિર્માણ માં પૂણ્ય નું ભાથુ બાંધી શકે તે હેતુસર મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮-૨-૨૦૨૪ ગુરુવાર બપોરે ૪ કલાક થી પવિત્ર શ્રી રામધામ ની શીલા નું પૂજન તથા કળશ પૂજન ના કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવેલ છે. પૂજન કાર્યક્રમ શનીવાર સુધી યોજાશે. શહેર માં વસતા દરેક રઘુવંશી પરિવારે પોતાના અનુકુળ સમયે શ્રી જલારામ મંદિર-મોરબી ખાતે શીલા તેમજ કળશ નું પોતાના વરદ્ હસ્તે પૂજન કરવા પધારવા મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ રાચ્છ, મંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાચ્છે યાદી માં જણાવ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ
કન્વીનર
શ્રી લોહાણા મહાજન
મોરબી.

Related posts

*ઘાંટવડ કુમાર શાળાના શિક્ષક નો નવતર આઈડિયા રાજ્ય કક્ષા એ સતત ચોથી વાર પસંદગી પામ્યો*  

Hello Morbi

*મોરબી મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ નું પૂજન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહેતા પરિવારના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment