• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સફર સંસ્થા તેમજ મિલન મુસ્કાન વિકાસ સંગઠન દ્વારા માળિયા (મિ.) માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી*

*સફર સંસ્થા તેમજ મિલન મુસ્કાન વિકાસ સંગઠન દ્વારા માળિયા (મિ.) માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી*

સફર સંસ્થા અધિકારલક્ષી અભિગમ સાથે સમાનતા, ન્યાય અને શાંતિના મુદ્દે સ્ત્રી સક્ષ્મીકરણના કામો કરી રહી છે. સફર દ્વારા માળીયામાં સમુદાયની બહેનોને સંગઠિત કરી મિલન મુસ્કાન વિકાસ સંગઠનની રચના કરવામાં આવી છે જેનું ધ્યેય ખુશહાલ મહિલા ખુશહાલ પરિવાર છે.

આખા વિશ્વમાં ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ઉપક્રમે અમોએ પણ સમુદાયના લોકોના આરોગ્યની ચિંતા કરી PHC સરવડ અને આરોગ્ય વિભાગના સહયોગથી આજ રોજ ૭ માર્ચ ૨૦૨૪એ સફર સંસ્થાએ હેલ્થ ચેકઅપ, કુપોષણ, આંખોની તપાસ માટે મેડીકલ કેમ્પના આયોજન સાથે આભા કાર્ડ કાઢવાની પ્રક્રિયા પણ કરેલ અને ૧૨ થી ૧૯ વર્ષની આશરે ૭૦ કિશોરીઓને જરૂરી માર્ગદર્શન આપી સેનીટરી પેડ પણ આપવામાં આવ્યા. આ કેમ્પનો સમુદાયમાંથી આશરે ૨૫૦ જેટલા લોકોએ લાભ લીધો છે.

મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે PHC સરવડના મેડીકલ સ્ટાફનો અને આરોગ્ય વિભાગની ટીમનો અમે આભાર માનીએ છીએ.

Related posts

*ડીસા રઘુવંશી લોહાણા સમાજના સ્થાપક પ્રમુખ રમેશભાઈ અખાણીનું થયેલ દુઃખદ અવસાન* 

Hello Morbi

*HELLO MORBI:ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે મોરબી નાવ્યુગ સ્કૂલ ના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઇ*

editor

*મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે*

Hello Morbi

Leave a Comment