• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જૂના ડીસા કોલેજમાં યોજાયો વિદાય તેમજ સન્માન સમારંભ*

જૂના ડીસા કોલેજમાં યોજાયો વિદાય તેમજ સન્માન સમારંભ
*ડીસા યુવક સંઘ મુંબઈ* સંચાલીત *શ્રી ઓસવાળ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ જુના ડીસા* દ્વારા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનો *વિદાય સમારોહ* સંસ્થાના નિયામક પ્રમોદભાઈ મહેતાના સહકાર તેમજ કૉલેજના પ્રિન્સીપાલ પ્રો.ડૉ.વિશાલ બારોટના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે જાહેર જીવનનાં મહિલા અગ્રણી ડૉ. રાજુલબેન દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે ઉદ્ઘાટક તરીકે ડીસાના જાણીતા સફળ સાહિત્યકાર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પૂર્વ વન સંરક્ષક અધિકારી ભગવાનભાઈ બંધુ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સામાજિક કાર્યકર્તા તેમજ ડી. જે. એન.મહેતા હાઈસ્કૂલના પૂર્વ સુપરવાઈઝર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય તેમજ પતંજલીબેન પ્રજાપતિ હાજર રહ્યાં હતાં.
વિદાય ની સાથે ગત વર્ષના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષામાં કૉલેજમાં 1 થી 3 ક્રમે પાસ થયા હતા તેમને તેમજ એન. એસ. એસ. અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધામા ભાગ લઇ વિજેતા બનેલ વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.ડૉ. ભાવેશ વાણિયા અને પ્રો. નિમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ મદદરૂપ થઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું પૂરતું યોગદાન આપ્યું હતું.

Related posts

*શ્રી ઘાંટવડ કન્યા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ*

Hello Morbi

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની ૩૦મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો exઅઘારા પરિવાર*

editor

*HELLO MORBI:વિદેશી દારૂનો જથ્થોપકડી પાડતી* *મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment