• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન
ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા અનેકવિધ સેવાકીય,સામાજીક,ધાર્મિક તેમજ રાષ્ટ્રહિતની પ્રવૃતિઓ થાય છે.ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસાનાં પ્રમુખ તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મંડળનાં ઉપપ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠકકર તેમજ સંસ્થાના ઉત્સાહી માર્ગદર્શક આનંદભાઈ પી.ઠકકર સહિત સમગ્ર ટીમે બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિમણૂક પામેલ રઘુવંશી લોહાણા સમાજના કર્મઠ આગેવાન ભગવાનભાઈ બંધુનું જલારામ મંદિર ડીસા ખાતે દબદબાભેર સન્માન કર્યું હતું.
આ પ્રેરણાદાયી અવસરે જાણીતા સાહિત્યકાર કનુભાઈ કે.આચાર્ય,પૂજાબેન કલ્પેશભાઈ ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,શીતલબેન ઠકકર,ચેતનાબેન કાનાબાર સહિત સૌએ પ્રસંગોચિત ઉદબોધન કરી ભગવાનભાઈ બંધુને અભિનંદન આપી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ શારદાબેન આચાર્ય,બીનાબેન એ.ઠકકર,જ્યોતિબેન આર.ઠકકર,શારદાબેન કાનાબાર,સરોજબેન રતાણી,લક્ષ્મીબેન આચાર્ય,
ફાલ્ગુનીબેન ઠકકર,રવિનાબેન ઠકકર,નીતાબેન રાચ્છ,પાયલબેન રતાણી,ભાવનાબેન ઠકકર સહિત સમગ્ર ટીમે સાથે મળી ભગવાનભાઈ બંધુ તેમજ શ્રીમતી ચારૂબેન બી.ઠકકરનું કંકુતિલક,સાલ,ફૂલછડીથી સન્માન કરી અભિનંદન સહ આશીર્વાદ આપ્યા હતા.
ભગવાનભાઈ બંધુએ પણ સન્માન બદલ ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની તમામ બહેનોનો આભાર માની રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS:મોરબના લાલપર પાસે જાહેર માંથી વર્લી આંકડાનો જુગાર રમતા એક ઇસમ રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*ડીસાના આર્કિટેક્ટ લવકુમાર ખત્રીનું સૂરત એરપોર્ટ ખાતે પોસ્ટીંગ થતાં શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

Hello Morbi

*ટંકારા : રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ટંકારા તાલુકાની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા કૃતીની પસંદગી પામેલ છે*

Hello Morbi

Leave a Comment