• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના જડેશ્વર પાસે આવેલ બસ સ્ટેશન પાછળથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

વાંકાનેર તાલુકાના જડેશ્વર પાસે આવેલ બસ સ્ટેશન પાછળથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ‚ મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર લોકસભાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી રીતે પૂર્ણ થાય તે અનુસંધાને ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તેમજ કિશોરદાન ગંભીરદાન ગઢવી નાઓને સંયુકત રીતે બાતમી મળેલ કે, એક ઇસમ જેને શરીરે પીળા કલરનુ ટી-શર્ટ તથા રાખોડી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે અને હાલે આ ઇસમ જડેશ્વર મંદિર પાસે આવેલ બસ સ્ટેશન પાછળ ઉભેલ છે. અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. એ રીતેની મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ હથીયાર અંગેની કાર્યવાહિ કરતા નીચે જણાવેલ ઇસમ મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

– પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-

જાવેદભાઇ અલ્લારખાભાઇ સંધવાણી જાતે મીયાણા ઉવ.૨૫ ધંધો મજુરી રહે. માલાણી શેરી સંધવાણી વાસ માળીયા જી.મોરબી.> પકડાયેલ મુદ્દામાલ :-
ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ કિં.રૂ.૫,૦૦0/-

– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-

શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ પો.સબ.ઇન્સ.શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, રસીકકુમાર કડીવાર તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે યોજવામાં આવેલ ધરણા પ્રદર્શન……*

Hello Morbi

*મોરબી : વ્હિસ્કી, જીનના 53000 હજારના મુદ્દામાલ સાથે બે ઝડપાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વર્ષ 𝟐𝟎𝟐𝟔 ના પ્રથમ ગુરૂવારે ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

Leave a Comment