• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI;માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

 

શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ આગામી લોકસભાની ચુંટણી શાંતીપુર્ણ તેમજ ભય મુક્ત વાતાવરણમાં યોજાય તે સારૂ અગાઉના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી.મોરબી નાઓના સુપરવિઝન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપતા જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.એન.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જિજ્ઞાસાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા ને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મીયાણા પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૦૧૩૨/૨૦૦૨ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પ્રવીણભાઇ સુંદરજીભાઇ કાવર રહે.લક્ષ્મીવાસ તા.માળીયા મી. જી.મોરબીવાળો હાલે અમદાવાદ ખાતે રહેતો હોવાની ચોક્કસ હકિકત મળતા જે હકિકત આધારે ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે અમદાવાદ ખાતે જઇ તપાસ કરતા સદરહું ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રવીણભાઇ સુંદરજીભાઇ કાવર જાતે,પટેલ ઉ.વ.૫૫ રહે.લક્ષ્મીવાસ તા.માળીયા મી. જી.મોરબી વાળો મળી આવતા મજકુરને બાપુનગર આમ્રપાલી સોસાયટી ખાતેથી હસ્તગત કરી તપાસ અર્થે મોરબી લાવી મજકુર આરોપીને તા.૦૭/૦૪/૨૦૨૪ના કલાક ૦૨/૧૦ વાગ્યે સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મીંયાણા પો.સ્ટે.ને સોપી આપેલ છે.
આમ, માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કવોડ તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*મોરબી : જુના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરટીઓ મોરબી દ્વારા માર્ગ સલામતિ માસ અંતર્ગત માર્ગસલામતી સેમિનાર યોજાયો*

editor

*HELLO MORBI:મુસ્લીમ એકતા મંચ ગુજરાત પ્રદેશ ના સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment