• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા: ઠેર ઠેર રામ જન્મોત્સવના વધામણાં કરી રામ નવમી ધર્મોલ્લાસ સાથે ઉજવાઈ*

ટંકારા ઠેર ઠેર રામ જન્મોત્સવના વધામણાં કરી રામ નવમી ધર્મોલ્લાસ સાથે ઉજવાઈ
*(નૈમિષ સેજપાલ ટંકારા)*
રામજી મંદિરોમાં શ્રીંગાર ધુન ભજન કિર્તન અને ભક્તોની ભીડ જામી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે થી વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી

ટંકારામાં મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજાયો હતો. શહેરના રામ મંદિરોમાં રામ નવમી નિમિત્તે અનેરો ઉત્સાહ જોવો મળ્યો હતો. મંદિરોને સુંદર રોશનીનો શણગાર ઉપરાંત ભગવાન રામને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ટંકારા સમસ્ત હિન્દુ સમાજ ના નેજા હેઠળ રામનવમી ની પુર્વ સંધ્યાએ બાઈક રેલી અને રાત્રે રામ રાસ અને રામ નવમીની શોભાયાત્રાએ શહેરીજનોમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું.

શહેરના પ્રાચીન સહિતના મંદિરોમાં વિશેષ આરતી, શોભાયાત્રા, મહા પ્રસાદ- ભંડારો, પૂજન-અર્ચન, વિશિષ્ઠ પુજા સહિતના કાર્યક્રમો યોજાય હતા. ટંકારા ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ જન્મોત્સવ માટે લક્ષ્મીનારાયણ સોસાયટી સાર્વજનિક પ્લોટ ખાતે પ્રથમધર્મસભા યોજાઈ હતી. ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં અયોધ્યા સ્થિત રામ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવેલી રામ લલ્લાની પ્રતિકૃતિ મૂર્તિ પણ રાખવામાં આવી હતી. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપરાંત ડીજે, વિવિધ ફ્લોટસ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને દયાનંદ સરસ્વતી ચોક ખાતે તૈયાર કરેલ રામ નિજમંદિર ફ્લોટ ખાતે મહા આરતી બાદ પૂર્ણથઈ હતી. અહી મહાઆરતી પછી દહી પંજરી નો પ્રસાદ બાદમાં ભક્તો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના ત્રણ હાટડી શ્રી રામ મંદિરે માર્ગ પર રંગોળી ઠંડી છાસ દેરી નાકા રોડ પર વરીયાળી શરબત, મેઈન બજાર વેપારી મંડળ દ્વારા ઠંડી છાસ સહિતની વ્યવસ્થા કરી હતી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ નવમીની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી. સંકીર્તન મંદિરમાં આરતી તેમજ મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો. રાત્રે ફુલિયા હનુમાનજી મંદિર ખોડીયાર આશ્રમ સહિત ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અખંડ રામ ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

*હડીયાણા ગામના વતની અને બેંક.ઓફ.બરોડા ના નિવૃત કર્મચારી હનીફભાઇ અને તેમના પત્ની મક્કા મદીના હજ પઢવા રવાના*

Hello Morbi

*ઉપલેટામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો જેમા ૧૮૨ દર્દીએ લાભ લીધો હતો* 

Hello Morbi

*જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની આગેવાની ટંકારા ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો*

Hello Morbi

Leave a Comment