• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં કાલથી રાત્રે 8થી6 કરફ્યુ : મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જાહેરાત*મોરબી સહિત 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ : લગ્નપ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી*

મોરબી : ગુજરાત હાઈકોર્ટના લોકડાઉન અને કરફ્યુ સહિતનાં નિર્દેશને પગલે સીએમ વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠક યોજી મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 20 જિલ્લામાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી દર શનિ-રવિ સરકારી કચેરીઓમાં રજા રહેશે. લગ્નપ્રસંગમાં માત્ર 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે.

 

કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાત સરકારને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભારત સરકાર તરફથી ખાસ ટીમ અહીં આવશે. અને કોરોનાનું માર્ગદર્શન આપવામાં આવશે. જે રીતે કેસોની સંખ્યા વધી છે. ગુજરાત સરકારે 3 લાખ રેમડેસિવિર ઈજેક્શનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એટલે રેમડેસિવિરની અછત નહીં સર્જાય. ઓક્સિજન નિર્માતાઓને 70 ટકા ઓક્સિજન આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવો પડશે. અને 30 ટકા ઔદ્યોગિક વપરાશ માટે મોકલી શકાશે.                                                                આજે હાઈકોર્ટે સરકારને સલાહ અને માર્ગદર્શન આપતાં રાજ્ય સરકારે 20 શહેરોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જે અન્વયે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યૂ હતો જ. પણ હવે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઈટ કરફ્યૂ લાગુ થશે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું*

editor

*HELLO MORBI: ટંકારામાં અનેક વિસ્તારોમાં સાફ-સફાઈ કરી દવા છંટકાવની કામગીરી કરાઈ*

editor

*HELLO MORBI:બનાસ સાહિત્ય કલા સંઘ દ્રારા ડીસામાં પ્રધાનજી પરમારના પુસ્તકનો યોજાયો વિમોચન કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment