• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જીવનદર્શન* *ગૌસેવા હિંદુ જાગૃતિ* *તેમજ રાષ્ટ્રીય એકતા માટે અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

જીવનદર્શન
ગૌસેવા,હિંદુ જાગૃતિ તેમજ રાષ્ટ્રીય એકતા માટે અનોખી પ્રેરણા પૂરી પાડતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ
——————————–
એક સારા વિચારને વાવવાથી અને તેનું સિંચન કરવાથી કેવડું મોટું સારૂં કાર્ય થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો તે છે ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ.માત્ર દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન જ કરવાં તેમ નહીં; પણ ભજન થકી ગૌસેવા,હિંદુ એકતા,હિંદુ જાગૃતિ,યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન તેમજ રાષ્ટ્રીય એકતાનું ખૂબ જ મોટું કાર્ય થાય છે.તારીખ 26-7-2018 શુભ દિન ગુરૂવારે કોઈ સારા ચોઘડીયે તેમજ શુકનિયાળ પળે શ્રી જલારામભાઈ દેવવાળાના નિવાસસ્થાનેથી માત્ર 32 વ્યકિતઓની હાજરીમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ થયાં.પ્રથમ દિવસે આરતીમાં માત્ર 300 રૂપિયા આવેલ.મંઝિલ આગળ વધતી ગઈ તેમ તેમ કાફલો પણ વધતો ગયો.તારીખ 18-4-2024 ને ગુરૂવારે શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલના નિવાસસ્થાને 300 મા ગુરૂવારનાં ભજન પૂર્ણ થયાં એ દિવસે અંદાજે 500 જેટલા શ્રીરામ-જલારામ ભકતો,ગૌભકતો ભજનમાં હાજર હતા.
ડીસા નગરમાં સનાતન હિંદુ સમાજની વિવિધ જ્ઞાતિઓનાં પરિવારો વસવાટ કરે છે.એમાં ઠકકર,બ્રાહ્મણ,પટેલ,ચૌધરી,પ્રજાપતિ,વાલ્મીકિ,દલીત,દેવીપૂજક,માળી,નાઈ,ખત્રી,સોની,સિંધી,રાવળ,સાધુ,પંચાલ,રાજપૂત,ગોસ્વામી,રબારી,માજીરાણા,મહેશ્ર્વરી,મોદી,વણઝારા,કાપડી,દરજી,મોચી સહિત અંદાજે 25 જેટલા સમાજમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થઈ ચૂકયાં છે.ડીસાની ઉતર,દક્ષિણ,પૂર્વ,પશ્ર્ચિમ અને મધ્ય એમ બધી જ દિશાઓમાં આવેલ સોસાયટીઓ,વિસ્તાર કે ઝૂંપડપટીમાં પણ ભજન થઈ ચૂકયાં છે.જે સમાજમાં ભજન બાકી છે ત્યાં પણ ભવિષ્યમાં વાજતેગાજતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તેવું આયોજન થઈ રહેલ છે.તારીખ 31-12-2024 સુધીના ગુરૂવારનાં ભજન એડવાન્સમાં નોંધાઈ ગયેલ છે.ડીસા નગરનું સમગ્ર પત્રકાર જગત આ સત્કાર્યથી સંતોષ અનુભવી નિસ્વાર્થ ભાવે સહકાર અને આર્થિક સહયોગ પણ આપે છે.દર ગુરૂવારે આનંદભાઈ પી.ઠકકર દ્રારા પૂજ્ય જલારામ બાપાના ભજનનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે જેથી દેશ-વિદેશના જલારામ ભકતો-ગૌભકતો સારી રીતે ભજન નિહાળી શકે.પૂજ્ય જલારામ બાપાના ભજનમાં થતી સંપૂર્ણ આવક ગૌસેવામાં વપરાય છે.
અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા સાડા પાંચ વર્ષ દરમિયાન 33 જેટલી ગૌશાળાઓમાં ઘાસચારા પેટે નાનીમોટી રકમનું યોગદાન આપવામાં આવેલ છે.આ ગૌશાળાઓમાં ટેંટોડા,શાસ્ત્રીજી ગૌશાળા ડીસા,જલિયાણ ગૌશાળા ડીસા,નાણી,સીતારામજી ગૌશાળા ડીસા,ચાંગા,બાકરોલ,ભાભર,હઠીલા હનુમાનજી ગૌશાળા ડીસા,ચંડીસર,પાદરડી,ચિચોદરા,સોનેથ,કુવાળા,રાધનપુર,વારાહી,ઢુવા,સિદોત્રા,સોંડિયા,દિયોદર,ગેળા,રસાણા,શીરવાડા,એંદલા,ચાંગડા,મડાણા-ડાંગીયા,કુંવારવા,શિહોરી,લોલાડા,માંડલા,ચીભડા ગૌશાળાઓનો સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં કુલ 8296456 (બ્યાસી લાખ છનું હજાર ચારસો છપન) રૂપિયાની ગૌસેવા અર્પણ થઈ ચૂકેલ છે.સવા કરોડ રૂપિયાની ગૌસેવા પૂજ્ય જલારામ બાપાના ભજન થકી થાય તેવો હાલ પૂરતો લક્ષ્યાંક છે.દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનનું સુચારૂ સંચાલન તેમજ પારદર્શક વહીવટ ભગવાનભાઈ બંધુ દ્રારા કરવામાં આવે છે.દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાની બાવની તેમજ ભજન એમ બધું મળી ફીકસ દોઢ થી બે કલાકનો સમય નિશ્ર્ચિત છે.પવન,પ્રકાશ,પાણી,પાથરણું અને સાદા પ્રસાદ આધારિત આ ભજનમાં ચા-કોફી,ઠંડુ પીણું,નાસ્તો,ભોજન કે ભેટ (લહાણી) ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના જલારામ ભકતોએ ધાનેરા,પાલનપુર,ભીલડી,દિયોદર,પાટણ ખાતે રૂબરૂ જઈ જલારામ બાપાનાં ભજન શરૂ કરાવેલ છે.આ બધા જ સ્થળોએ સ્થાનિક પરિસ્થિતિ અનુસાર ખૂબ જ સારી રીતે ભજન ચાલી રહેલ છે.આગામી દિવસોમાં ભાભર,હારિજ,રાધનપુર,મહેસાણા,સિધ્ધપુર,કડી,વિસનગર જેવા શહેરોમાં પણ પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમગ્ર સનાતન હિંદુ સમાજને ધ્યાનમાં રાખી શરૂ થાય તેવા પ્રયત્નો કરાશે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પાલનપુર,ધાનેરા,થરાની ગૌસેવા પ્રચાર હેતુ તેમજ જલારામ મંદિરોના જોડાણ માટે પદયાત્રાઓ થઈ ચૂકી છે.આગામી દિવસોમાં પાટણ તેમજ દિયોદર જલારામ મંદિરની પદયાત્રા કરાનાર છે.
પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ગાયકો,વાદકો,દાતાઓ,પ્રચારકો,પત્રકારો,નિમંત્રકો,વ્યવસ્થાપકો,સાઉન્ડ સિસ્ટમ,નૃત્યકારો,શ્રોતાઓ એમ સૌનો અભૂતપૂર્વ,અજોડ,અદ્રિતિય,અથાક સાથ અને સહકાર છે.અંદાજે 125 જેટલા જલારામ ભકતો,ગૌભકતોને દર ગુરૂવારના પૂજ્ય જલારામ બાપાના ભજનનું વ્યસન થઈ ચૂકયું છે અને તેઓ બધા જ દર ગુરૂવારે સમયસર નિયમિતપણે ભજનમાં પહોંચી જાય છે.28-12-2023 ના રોજ ભજનનાં પાંચ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે મહાગુરૂવારની ઉજવણી શોભાયાત્રા,ભોજન પ્રસાદ તેમજ રાત્રિ નાસ્તા સાથે કરી સૌએ અદભૂત નિજાનંદ માણ્યો હતો. આ ઉજવણી જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવી હતી.ડીસાની ખૂબ જ મહત્વીની બે ધાર્મિક સંસ્થાઓ શ્રી જય જલારામ ટ્રસ્ટ તેમજ શ્રી રામચરિત માનસ મંડળનો સંપૂર્ણ સહકાર તેમજ આશીર્વાદ છે.પૂજ્ય જલારામ બાપાનાં નિરંતર ભજન થાય તે માટે તન-મન-ધનથી અનેક જલારામ ભકતોનો વંદનીય,અભિનંદનીય,સરાહનીય સહયોગ છે.એટલે વ્યકિતગત નામો લખવા જતાં યાદી લાંબી થાય અને જાણેઅજાણે કોઈકનું નામ રહી પણ જાય તેવું બની શકે.આ સત્કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર સૌકોઈ વંદન તેમજ અભિનંદનના અધિકારી છે.પૂજ્ય જલારામ બાપાના ભજન થકી જીવનને સદમાર્ગે વાળી એક સારા કામના સાક્ષી અને સહયોગી બનાવવા બદલ જગતપિતા પરમકૃપાળુ પરમાત્માનો તેમજ પૂજ્ય જલારામ બાપાનો ખરા અંત:કરણથી ખૂબ ખૂબ ખૂબ આભાર.સમગ્ર જગતમાં શાંતિ સ્થપાય,ગૌહત્યા અટકે અને સૌ સુખી થાય તેવી પ્રાર્થના,લાગણી અને સદભાવના થકી સૌને પાયલાગણ…..
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા-ગુજરાત
મોબાઇલ:9825638643

Related posts

*શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો*

Hello Morbi

*શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા જાણીતા સેવાભાવી વૈધરાજ કાંતિભાઈ માળીનું કરવામાં આવેલ શાનદાર સન્માન*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment