• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આંતરાષ્ટ્રીય મહિલા દિવસે વિમેન્સ સાયન્સ ક્લબનો નારીરત્ન સન્માન કાર્યક્રમ યોજાયો*

આંતરાષ્ટ્રીય મહિલા દિવસે વિમેન્સ સાયન્સ ક્લબનો નારીરત્ન સન્માન કાર્યક્રમ યોજાયો
(*લલિત નિમાવત દ્વારા*)ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ ડી મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર ધ્રોલ દ્વારા છેલ્લા 6 વર્ષથી કાર્યરત વિમેન્સ સાયન્સ ક્લબ ના 45 મહિલા મેમ્બરનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે “નારીરત્ન એવોર્ડ ” સન્માન અને ડાયટ જામનગરના ડો સુરભીબેન પંડ્યા નું “રોજિંદા જીવનમાં મહિલાઓ માટે વૈજ્ઞાનિક અભિગમનું મહત્વ “પર વ્યખ્યાનનું આયોજન કરવામાં આવેલ . દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના સેક્રેટરીશ્રીસુધાબેન ખંઢેરીયાએ સ્ત્રીશસક્તિકરણ ના મહત્વ પર ચર્ચા કરેલ.આ સમારંભમાં સમગ્ર વર્ષ થયેલ ક્લબની વૈજ્ઞાનિક પ્રવૃત્તિની ડોક્યુમેન્ટરી નું નિદર્શન કરેલ . ડો સુરભીબેને મીલેટ્સ વિમેનની , રસોડાની મસાલા સામગ્રીનો આરોગ્યક્ષેત્રે ઉપયોગ , કોકમનું શરબતના ફાયદા , માય આયુર્વેદ કીટ પર્શની સાથે રાખવી વગેરે પર રસપ્રદ રજુઆત કરેલ .કાર્યક્રમમાં પધારેલ ક્લબ મેમ્બરોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી નારીરત્ન સન્માન કરેલ જયારે અન્ય 35 હાજર ગૃહિણી બહેનોનું “અમને આપના પર ગર્વ છે ” સંદેશ આપતા કાર્ડ દ્વારા અભિવાદન કરેલ . કેન્દ્રના ડો સંજય પંડ્યાએ સમગ્ર કાર્યક્રમની પૂર્વભૂમિકા અને સંચાલન કરેલ સાથે નવા વર્ષના વિમેન્સ સાયન્સ ક્લબમાં સામેલ થવા સંસ્થાના ચેરમેનશ્રી ધર્મેશભાઈ મહેતાએ અનુરોધ કરેલ છે. આ માટે આપ ડો સંજય પંડ્યાનો 9979241100 સંપર્ક કરી શકો છો

Related posts

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આગામી 18-09-2022 રવિવાર ના રોજ સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થશે*

Hello Morbi

**મોરબી માં મકરાણીવાસ નજીક રામ ઘાટ પાસે છરીના ઘા ઝીકી યુવાનની હત્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયાના હડીયાણા ગામે તાજીયા પડમાં આવેલ: સમસ્ત મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરી હતી*

editor

Leave a Comment