• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું કર્ફ્યૂ અંગે જાહેરનામું, જાણો કોને મળી છૂટછાટ

અમદાવાદમાં વધતા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર દ્વારા આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યૂ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદમાં વધતા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર દ્વારા આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યૂ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામાં અનુસાર જાણો કોને મળી છૂટછાટ મળી છે.

આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. ત્યારે કોઇપણ રહેવાશી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં. તેમજ વાહનોની અવર જવર પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લગ્ન પ્રસંગ અંગે સ્થાનિક પોલીસ પાસેથી મંજૂરી લેવા પર સ્થાનિક પોલીસ મંજૂરી આપી શકશે. આ ઉપરાંત અંતિમ સંસ્કારમાં 20 જેટલા લોકોને પરવાનગી આપવામાં આવશે.

પોલીસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે. તેમજ તમામ પ્રકારના માલ સામાનના ટ્રાન્સ્પોટેશન માટે મંજૂરી લેવાની રહેશે. તમામ છૂટછાટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિત પાલન કરવાનું રહેશે. પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, પાણી, વીજ ઉત્પાદન સહિતની સેવાઓ શરૂ રહેશે. પોલીસ કમિશનર જાહેરનામાં ભંગ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI:નવયુગ સંકૂલ વીરપરના વિદ્યાર્થીઓ SGFI શાળાકીય રમતોત્સવમાં રાજ્યકક્ષાએ રમવા જશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સીરામીક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI NEWS:હળવદના જુના દેવળીયા ગામની સીમમાં આવેલ વાડીના ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીનનો જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment