• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભુકંપમાં નવા બનેલા મકાનોની સનંદો આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા કેડી બાવરવા*

પ્રતિ, તા.૨૨/૦૮/૨૦૨૨.

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,

ગુજરાત રાજ્ય,

નવા સચિવાલય,

ગાંધીનગર.

 

 

વિષય – ભૂકંપ માં નવા બનેલા ગામો નાં મકાનો ના પ્લોટ ની સનદો આપવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી

 

જય ભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે ગુજરાત રાજ્ય માં ૨૦૦૧ માં આવેલ ભૂકંપ ના કારણે મોરબી જીલ્લા માં ઘણા ગામો પડીને નાશ થઇ જવા પામેલ હતા જેના કારણે તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામો ના ગામ તાળ મંજુર કરવા માં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામ માં પોતાના મકાનો બનાવેલ છે. અને હાલ માં ત્યાં જ રહે છે.

 

પરંતુ આવા ઘણા ગામો માં સરકાર શ્રી દ્વારા લોકોને પોતાના મકાના ના પ્લોટ ની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી.

 

આનો દાખલો જીવાપર (ચ.) માંથી નવું બનેલ કેશવનગર નો છે. આવા તો બીજી ઘણા ગામો છે.

 

તો અમારી માંગણી છે કે આવા મોરબી જલ્લા માં નવા બનેલા ગામો ના રહેણાંક ના પ્લોટોની સનદો જેતે માલિકો ને તાત્કાલિક આપવા વિનતી. જો આવું કરવામાં નહી આવે તો આ લોકો ના છુટકે આંદોલન નો માર્ગ અપનાવશો તો આ બાબતે યોગ્ય કરવા વિનતી,

 

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*HELLO MORBI:૪મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રભારી ટંકારા તાલુકા ની મુલાકાતે*

editor

*વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ ઝળક્યા: સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ કુંતાસીના*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં યોજાયું શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન*

editor

Leave a Comment