• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ચેરરેંજ મોરબી વન વિભાગ દ્વારા માળીયા (મી.) તાલુકા ના મોટી બરાર ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં વિશ્વ મેંગ્રુવ (ચેર ) દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી*

*27 જુલાઈ વિશ્વ મેંગ્રુવ દિવસ-2024*
આજ રોજ ચેર રેંજ મોરબી વન વિભાગ દ્વારા માળીયા (મી.) તાલુકા ના મોટી બરાર ગામ ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં વિશ્વ મેંગ્રુવ (ચેર ) દિવસ-2024 ની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે ચેર – મેંગ્રુવ બાબતે સ્કૂલના વિદ્યાર્થીઓ, દરિયાઈ વિસ્તારોની આસ પાસ આવેલ ગામો ના સરપંચો, મીઠા ઉદ્યોગકારો વિગેરે ને મેંગ્રુવ – ચેર વૃક્ષો ના લાભોની સમજ આપી મેંગ્રુવ – ચેર વૃક્ષ સંરક્ષણ કરવા બાબતે જાગૃત કરવામાં આવેલ.
*ગુજરાતમાં મેંગ્રુવ-ચેર વન આવરણ:-*
પશ્ચિમ બંગાળ પછી મેંગ્રુવ કવર માં ગુજરાત બીજા નંબરે આવે છે, જે એક ગૌરવ ની બાબત છે, ગુજરાતમાં કચ્છ ના અખાત, ખંભાત ના અખાત તેમજ દક્ષિણ ગુજરાત માં મેંગ્રુવ ના કવર આવેલા છે, ગુજરાતમાં અંદાજિત 1175 ચો. કીમી. માં મેંગ્રુવ નું વન કવર આવેલું છે.
*મેંગ્રુવ વન ના ફાયદા*
મેંગ્રુવ એ દરિયા તથા જમીન ની વચ્ચે આવેલ એક ગ્રીન વોલ છે, જે ધોવાણ અટકાવે છે, કુદરતી આફતો જેવી કે ત્સુનામી, વાવાઝોડા સામે રક્ષણ આપે છે, દરિયાની ખારાશ ને આગળ વધતી અટકાવે છે, વિવિધ પ્રજાતિઓ જેવી કે, યાયાવર પક્ષીઓ, માછલીઓ, કરચલા, દરિયાઈ સાપો વિગેરે જેવી લગભગ 1500 પ્રજાતિઓ ને રહેઠાણ (આશ્રય ) પૂરો પાડે છે, અન્ય જમીન પરના વનો કરતા મેંગ્રુવની કાર્બન સંગ્રહ ક્ષમતા લગભગ 10 ગણી વધુ હોય છે, એટલે કે, એક ચો કીમી માં આવેલ મેંગ્રુવ વન એ જમીન પર આવેલ 10 ચો કીમી વન જેટલો કાર્બન નો સંગ્રહ કરે છે, આ ઉપરાંત દુષ્કાળ ના સમય માં પણ મેંગ્રુવ માલઢોર ના ચારા તરીકે ઉપયોગમાં આવે છે.
ત્યારબાદ મોરબી વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ મેંગ્રુવ અવેરનેશ બાબતની એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવેલ.
ઉપરોક્ત મેંગ્રુવ દિવસ ઉજવણી કાર્યક્રમ માં ચેર રેંજ મોરબી ના RFO શ્રી સી. જી. દાફડા તેમજ અન્ય ફોરેસ્ટ સ્ટાફ, GPCB મોરબી ના અધિકારી શ્રી સોની તેમજ અન્ય પદાધિકારીઓ, સરપંચ શ્રીઓ, મીઠા ઉદ્યોગકારો, સ્કૂલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહેલ, બાદ સૌએ સાથે મળી વુક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.

Related posts

*ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ ઇક્વિટી ફાર્મ કેરેસ્ટ્રા સાથે ધોલેરામાં ગુજરાત સ્પેશયલ એજ્યુકેશન રિઝન માટે MOU સંપન્ન*

Hello Morbi

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી પાટણની ડો.જાનવી ઠકકર*

editor

*જોડીયા: જસાપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment