• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ.બંગાળમાં હિંદુત્વ વિચારધારા ધરાવતા પક્ષની જીત થતાં ડીસાના ભગવાનભાઈ બંધુએ જલારામ મંદિર ડીસા ચાલતા જઈ દર્શન કરી સંકલ્પ પૂર્ણ કર્યો*

પ.બંગાળમાં હિંદુત્વ વિચારધારા ધરાવતા પક્ષની જીત થતાં ડીસાના ભગવાનભાઈ બંધુએ જલારામ મંદિર ડીસા ચાલતા જઈ દર્શન કરી સંકલ્પ પૂર્ણ કર્યો
છેલ્લા ઘણા વર્ષોથી પશ્ર્ચિમ બંગાળમાં ઘૂસણખોરો વધી રહ્યા હતા અને હિંદુઓની હેરાનગતિ પારાવાર વધી રહી હતી. પશ્ર્ચિમ બંગાળમાં હિંદુઓની રક્ષા કાજે હિંદુ વિચારધારા ધરાવતી ભાજપની સરકાર બને તે માટે અનેક હિંદુઓએ પોતપોતાની રીતે વિવિધ સંકલ્પ કર્યા હતા.
સનાતની વિચારધારા અને ગૌસેવાના સત્કાર્ય સાથે દર ગુરૂવારે નિયમિત પૂજ્ય જલારામ બાપાના ભજન થકી ઘનિષ્ઠ રીતે સંકળાયેલા ભગવાનભાઈ બંધુએ પણ પશ્ર્ચિમ બંગાળમાં હિંદુ વિચારધારાની જીત થાય તો પોતાના નિવાસસ્થાનેથી તરત જ પૂજ્ય જલારામ બાપાના મંદિર ડીસા ખાતે ચાલતા જઈ દર્શન કરવાનો સંકલ્પ કરેલ છે તેમણે ભારે ગરમીમાં પણ ચાલતા જલારામ મંદિર જઈ પૂર્ણ કર્યો હતો.
શ્રી જલારામ મંદિર ડીસા ખાતે દર્શનમાં તેમની સાથે કેશવલાલ ચાવડા, હસમુખભાઈ ઠક્કર, પ્રફુલ્લભાઈ ઠક્કર, કિશોરભાઈ ચૌહાણ સહિત સૌએ જોડાઈ પશ્ર્ચિમ બંગાળમાં હિંદુ સરકાર બનવા બદલ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે વાલીઓ માટે સેમિનાર યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલન માં મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે.*

editor

*HELLO MORBI:વાંકાનેર ભાટિયા સોસાયટીમાં મોગલ માતાજી નું ફુલેકુ બેન્ડબાજા સાથે નીકળ્યું*

editor

Leave a Comment