• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કોરોના વિકરાળ બન્યો : અમેરિકામાં એક દિવસમાં 1,87,833 નવા કેસ

અમેરિકામાં પાછલા ૨૪ કલાકમાં ૧,૮૭,૮૩૩ નવા કેસ અને ૯૨૭ મોત સાથે કોરોના ઘાતક બનતાં વિવિધ રાજ્યોમાં કડક નિયંત્રણો લદાયાં છે. કોરોનાથી દક્ષિણ આફ્રિકામાં વસતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર સતીષ ધૂપેલિયાનું કોવિડ-૧૯ના પરિણામે જોહાનિસબર્ગમાં મૃત્યુ થયું છે. ૬૬ વર્ષના સતીષ ધૂપેલિયા પાછલા એક મહિનાથી ન્યૂમોનિયાની સારવાર હેઠળ હતાં, દરમિયાન કોરોનાનો ચેપ લાગતાં જીવલેણ નીવડયો હતો.

વિશ્વભરમાં કોરોનાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. દુનિયામાં ૫.૮૯ કરોડથી વધારે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને ૧૩.૯૩ લાખ લોકોનાં મોત થયાં છે. ૪.૭૫ કરોડ લોકો કોરોનાના ચેપમાંથી સાજા થયા છે. અમેરિકાની વાત કરીએ તો સંક્રમિતોનો આંકડો ૧.૨૫ કરોડથી વધુ થયો છે અને અત્યાર સુધીમાં ૨.૬૨ લાખ લોકોનાં જીવ ગયા છે. પાછલા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧,૮૭,૮૩૩ નવા કેસ નોંધાયા હતા અને ૯૨૭ મૃત્યુ નોંધાયા હતાં.

ઇરાનમાં પણ કોરોના વિકરાળ બન્યો છે રવિવારે ૧૩,૦૦૦ કરતાં વધારે નવા કેસ નોંધાયા હતાં અને ૫૭૫ લોકોનાં મોત નોંધાયા હતાં. ઇરાન-ચીન સહિત કેટલાક દેશો પાસેથી કોરોનાની રસી મેળવવા વાટાઘાટો કરી રહ્યું હોવાના અહેવાલો છે.

અમેરિકામાં કોરોનાના નવા વેવમાં ઘાતકતા વધી હોવાના કારણે રાજ્યોને પણ હવે કડક નિયંત્રણો મૂકવાની ફરજ પડી રહી છે. નેવાડાના ગવર્નર સ્ટિવ સિસોલેકે કેસિનો, રેસ્ટોરન્ટ્સ અને ખાનગી ગેધરિંગ પર કડક નિયંત્રણો મૂકી દીધા છે. રાજ્ય ટૂરિઝમ પર આધારિત હોવાના કારણે અત્યાર સુધી આવા નિયંત્રણોથી દૂર રહ્યું હતું. રાજ્યમાં સંક્રમિતોનો કુલ આંક ૧,૩૩,૮૮૮ પર પહોંચી ગયો છે. નેવાડા અને કેલિફોર્નિયાએ કરફ્યૂ લાદી દીધો છે. ઓરેગોન અને ન્યૂ મેક્સિકોએ પણ કડક પગલાં ભરવાના આદેશો કરી દીધા છે.

આ ઉપરાંત રશિયામાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે. અહીંયા સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૫,૧૭૩ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રશિયામાં સંક્રમિતોનો કુલ આંકડો ૨૧.૧૪ લાખ પહોંચી ગયો છે.

લેટિન અમેરિકન દેશ મેક્સિકોમાં કોરોના વાઇરસને કારણે મોતનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. પાછલા એક દિવસમાં દેશમાં ૭૧૯ કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હાલમાં એક લાખ ૨૬ હજાર સંક્રમિતો છે. મેક્સિકોના સરકારી અધિકારીઓ જ કહે છે કે સંક્રમિતોની વાસ્તવિક સંખ્યા તેનાથી ઘણી વધારે હોવી જોઈએ કેમ કે દેશના ઊંડાણના વિસ્તારોમાં હજુ પણ ટેસ્ટિંગ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી.

Related posts

*મોરબી નગરપાલિકા વોર્ડ નં 3 માં વરસાદી પાણી ના ભરાવવા ના કારણે જેન ઘર્મ માં માનનાર લોકો દેરાસર માં જય સકતા નથી .મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*જોડિયા તાલુકા માં સાતમા સેવા સેતુ નો કાર્યક્રમ અંબાલા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. મોરબી*

editor

Leave a Comment