• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી કોંગ્રેસ દ્વારા મોરબીની પ્રજા માટે નવા બસ સ્ટેન્ડ ને ખુલ્લુ મુકવામાં આપ્યા બાદનિંદ્રામાંથી ગુજરાત સરકાર જાગી*

મોરબી કોંગ્રેસ દ્વારા મોરબીની પ્રજા માટે નવા બસ સ્ટેન્ડ ને ખુલ્લુ મુકવામાં આપ્યા બાદ

નિંદ્રામાંથી ગુજરાત સરકાર જાગી,
મોરબી જિલ્લાની પ્રજા માટે સતત લડત લડતો કોગ્રેસ પક્ષ પ્રજા ને મળવાપાત્ર સુવિધા ઝડપ થી મળે તે માટે આવેદનપત્ર આપવા, ધરણા, વીરોઘ પ્રદર્શન, જન જાગૃતિ જેવા કાર્યક્રમ આપી પ્રજા ને સુવિધા અપાવવા સતત પ્રયત્નશીલ છે.
પ્રજા ના ટેક્ષ ના પૈસા માંથી બનાવવામાં આવેલ નવા બસ સ્ટેન્ડ ને લોકો ની સુવિધા માટે ખુલ્લું મુકવામાં આવતુ નહોતુ તેથી મોરબી ની પ્રજા માં ભારે અસંતોષ હતો ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર ને અનેક રજૂઆત કરેલ છતાં આ નીંભર અને નિંદ્રાધીન ગુજરાત સરકાર અને તંત્ર કોઇ પણ કારણસર બસ સ્ટેશન નુ કામ આશરે છ માસ થયા પૂર્ણ થઈ,નવુ બસ સ્ટેશન બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલું હતું આમ છતાં પ્રજા ને સુવિધા આપવા ઈચ્છતા નહોતા ત્યારે કોંગ્રેસ પક્ષે સરકારની આ પ્રજા વિરોધી નીતિ ને પડકાર આપી, તારીખ 13-5-2023 શનિવારના રોજ પ્રજાને સાથે રાખી નવા બસ સ્ટેશન નું શ્રીફળ વધેરી પ્રજા માટે ખુલ્લું મુકેલ .કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાની સુવિધા માટે ખુલ્લું મુકાયેલા બસ સ્ટેશનનું ફરી ઉદ્ઘાટન રાજ્ય સરકાર દ્વારા 18- 5 -2023 ના રોજ થઈ રહ્યું છે, જે પ્રજા અને કોંગ્રેસ પક્ષનો આ એક ભવ્ય વિજય છે કારણ કે આળસુ અને નીભર તંત્ર નિંદ્રા અવસ્થામાં છેલ્લા છ માસથી હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા આ બસ સ્ટેન્ડ ને વિધિવત રીતે ખુલ્લું મૂક્યા પછી અચાનક સરકાર નિદ્રા માંથી જાગી બસ સ્ટેશન નુ ઉદઘાટન કરવા તૈયાર થઇ એ જ કોગ્રેસ પક્ષ અને મોરબી જિલ્લા ની પ્રજા નો વિજય છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ની પ્રેસ યાદી જણાવે છે

Related posts

*મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય નું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું*

Hello Morbi

*વિરમગામમાં નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ ભર ઉનાળે ગટરોના પાણી માર્ગો પર ફરી વળ્યા!!!*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૪૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

Leave a Comment