• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સર્વમંગલમ વિધાલય ડીસા ખાતે 15 ઓગસ્ટે કરવામાં આવી શાનદાર ઉજવણી*

સર્વમંગલમ વિધાલય ડીસા ખાતે 15 ઓગસ્ટે કરવામાં આવી શાનદાર ઉજવણી
78 મા સ્વાતંત્ર્ય દિન નિમિતે 15 ઓગસ્ટૈ સર્વમંગલમ વિધાલય ડીસા ખાતે રીતીકકુમાર રાજુભાઈ ત્રિવેદીના વરદહસ્તે શાનદાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.ધ્વજવંદન પછી શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.આ દિવ્ય અવસરે સેવાભાવી અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શારદાબેન આચાર્ય,કમલેશભાઈ રાચ્છ,કલ્પેશભાઈ ઠકકર-લાલાભાઈ,દીલીપભાઈ રતાણી,રવિભાઈ ખત્રી,ચંદુભાઈ એટીડી,ડો.લય ત્રિવેદી,પ્રહલાદભાઈ બજાણીયા,વિનોદભાઈ દેવીપૂજક,ગણેશભાઈ માળી સહિત વિવિધ અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન તેમજ સહકાર આપ્યો હતો.
શાળાની શિક્ષિકાઓ અલકાબેન કિરિટભાઈ ઠકકર તેમજ મીતલબેન કનૈયાલાલ ચૌહાણનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.શાળાના સંચાલક ઈશ્ર્વરભાઈ રાવળે આભારવિધિ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ્રિતીબેને કર્યું હતું.શાળાને સતત ઉપયોગી થતા વિશિષ્ટ મહાનુભાવો શશીકાંતભાઈ ડી.ઠકકર,વિનોદભાઈ પઢિયાર સહિત સૌ દાતાઓનું સ્મરણ કરી આભાર માનવામાં આવ્યો હતો.ઉપસ્થિત બાળકો,શાળા સ્ટાફ તેમજ મહેમાનો માટે અલ્પાહારની વ્યવસ્થા માતુશ્રી બબીબેન રસિકલાલ રાચ્છ હ.શ્રીમતી જયશ્રીબેન કમલેશભાઈ રાચ્છ તેમજ ગણેશભાઈ માળી દ્રારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે શાળાનાં આચાર્ય વિનિતાબેન સુથાર સહિત સમગ્ર સ્ટાફના સર્વ અલકાબેન ઠકકર,મીતલબેન ચૌહાણ,જયશ્રીબેન પટેલ,અંજનાબેન સોલંકી,રંજનબેન પરમાર,ધ્રીતીબેન નાઈ,આશાબેન,કાંતાબેન મજીયાતર સહિત સૌએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.

Related posts

*ભાજપ શાસિત નગરપાલિકામાં છ ટકા કમિશનના કારણે ખાડામાં રોડ કે રોડમાં ખાડા: મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*HELLO MORBI NEWS:પડધરી ગ્રામજનો દ્વારા પીજીવીસીએલના અધિકારીને અવારનવાર લાઈટ જવા મુદ્દે લેખિતમાં અરજી કરાય*

editor

*HELLO MORBI: મોરબી નવયુમ વિવાલય- દ્વારા આયોજીત ‘માતૃ-પિતૃ પુજન દિન’ની ઉજવણી*

editor

Leave a Comment