• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદના માથક ગામની સીમમાં જુગાર રમતા કુલ આઠ આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના માથક ગામની કરારની સીમમાં જુગાર રમતા કુલ આરોપી-૦૮ તથા રોકડ રકમ રૂા.૧,૭૧,૫૦૦/- સાથે પકડી પાડી જુગારનો
ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી
રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ શ્રી એસ.એચ.સારડા સાહેબ નાઓ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને આજરોજ હળવદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ.એન.સિસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા અજીતસિંહ એન.સિસોદીયાને મળેલ બાતમી હકીકત આધારે માથક ગામે રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર રહે. માથક ગામ વાળાની કરારની સીમ વાળી, આરોપી નં. ૦૧ ની વાડીની બહાર ઝાપા પાસે જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને રોકડ રકમ રૂા.૧,૭૧,૫૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

• આરોપીઓના નામ સરનામા-
૧) રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર જાતે કોળી ધંધો-ખેતી રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.
(૨) અજીતભાઇ દિનેશભાઇ રાતૈયા જાતે કોળી ઉ.વ. ૨૫, ધંધો-મજુરી રહે. જાલી ગામ, તા.વાંકાનેર જી.મોરબી.
૩) હેમુભાઇ અરજણભાઇ ભોરણીયા જાતે કોળી ઉ.વ. ૪૫, ધંધો-ખેતી રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.
૪) મેરૂભાઇ ખેતાભાઇ લાંબરીયા જાતે ભરવાડ ઉ.વ. ૨૭, ધંધો-પશુપાલન રહે. ઉંચી માંડલ ગામ, તા.જી. મોરબી.
(૫) મુકેશભાઇ વિહાભાઇ ડાભી જાતે ભરવાડ ઉ.વ. ૩૨ ધંધો-પશુપાલન રહે. નાનીબજાર, વાંકાનેર દરવાજો, મોરબી
(૬) ભરતભાઇ પરબતભાઇ હેણ જાતે રબારી ઉ.વ.૪૦, ધંધો-ડ્રાઇવીંગ રહે. ગોપાલ સોસાયટી પાછળ, મોરબી
૭) કાળુભાઇ ખોડાભાઇ ડાંગર જાતે ભરવાડ ઉ.વ.૩૯, ધંધો-ડ્રાઇવીંગ રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.
૮) અસરફ ઉર્ફે અસો હબીબભાઇ વડગામા જાતે ઘાંચી ઉ.વ.૩૫, ધંધો-મજુરી રહે. માથક ગામ, તા.હળવદ જી.મોરબી.
કબ્જે કરેલ મુદામાલની વિગત-
ગંજી પતાના પાના નંગ-૫૨ કિં.રૂા.૦૦/૦૦ તથા કુલ રોકડા રૂા.૧,૭૧,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સપેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા તથા આર્મ પો.હેડ.કોન્સ. વિપુલભાઈ સુરેશભાઈ નાયક તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા મનોજભાઇ ગોપાલભાઇ પટેલ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*મહાનગર પાલિકા ના વોર્ડ ન 1 ના ઉમેવાર મનિષાબેન બાબરીયા એ પરિવાર સાથે કર્યું મતદાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:મીઠી મધુર 𝟏𝟎𝟎 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

*HELLO MORBI NEWS: મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે પાટોત્સવ તેમજ સંતવાણી ભજન સંધ્યાનું દિવ્ય થી ભવ્ય આયોજન*

editor

Leave a Comment