• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર શ્રી શક્તિપરા પ્રાથમિક શાળા ખાતે લેખન પ્રદર્શન મા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો*

 

*વાંકાનેર શ્રી શક્તિપરા પ્રાથમિક શાળા ખાતે લેખન પ્રદર્શન મા ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો*

વાંકાનેર મા શ્રી શક્તિપરા પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પત્રલેખન કલા નો વિકાસ થાય તે માટે શાળાના શિક્ષકો દ્વારા પત્ર લેખન કલાનું સુંદર આયોજન કરવામાં આવ્યું . શાળાએ બાળકોને જ્ઞાન અને સંસ્કાર આપી તેમનું ઘડતર કરે છે. બાળકો માતૃભાષામાં પારંગત બને અને માતૃભાષાના મહત્વને સમજે તે માટે શ્રી શક્તિપરા પ્રાથમિક શાળામાં ધોરણ છ થી આઠ ના આશરે 40 થી 50 બાળકો ને પત્રલેખન કૌશલ્ય નું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આજે આધુનિક યુગમાં ખાસ તો મોબાઈલના યુગમાં પત્ર લેખન કલા વિસરાતી જાય છે. પત્ર નું સ્થાન whatsapp મેસેજ અને ટ્વિટરએ લઈ લીધું છે. મોબાઈલના આક્રમણ સામે આજે પત્રલેખન કલા સાવ વિસરાતી જાય છે આ હસ્તકલા આપણે લગભગ ભૂલી જ ગયા છે. આ માટે શાળાના ભાષા શિક્ષક ગોસ્વામી જીતેન્દ્ર એસ. એ પોસ્ટ ઓફિસથી પોસ્ટકાર્ડ લઈ અને બાળકોને પત્ર કઈ રીતે લખાય તે અંગેનું સરળ ભાષામાં જ્ઞાન આપેલું. પત્રમાં સરનામું, સંબોધન, પત્રનો વિષય અને અંત કેવો હોવો જોઈએ, તે અંગે માર્ગદર્શન આપેલું બાળકોએ પણ ઉત્સાહ સાથે એકબીજા મિત્રોને પત્ર લખેલો અને પોસ્ટ કરેલો પત્ર મેળવવાની ઈંતેજારી અને ઉત્સાહ બાળકોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ શક્તિપરા પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો મહેશભાઈ પ્રણામી, સંગીતાબેન ગોસાઈ, યોગીતાબેન ત્રિવેદી, ઇલાબેન હરસોરા, વિજયભાઈ અઘારા, જયશ્રીબેન ચાંડપા, અનિષાબેન રીંદ વગેરે શિક્ષકો દ્વારા શાળામાં સમયાંતરે બાળકોના વિકાસ માટે ઉત્સવ ઉજવવામાં આવે છે. જેવા કે હોળી, ધુળેટી, નવરાત્રી ,દિવાળી ઉત્તરાયણ, રક્ષાબંધન વગેરે જેવા ઉત્સવોની ઉજવણી આ શાળામાં ઉત્સાહભેર કરવામાં આવે છે. શાળાના એક થી આઠ ધોરણના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળા પરિવાર હર હંમેશા તત્પર હોય છે.

Related posts

*ડીસા જલારામ મંદિરે શરૂ કરવામાં આવેલ મીનરલ પાણીની પરબ*

Hello Morbi

*જામનગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા, સીસીટીવીના આધારે તપાસ શરૂ*

Hello Morbi

*ડીસા ભારતીય જનતા પાર્ટી ની પ્રથમ કારોબારી ની મિટિંગ યોજાઈ*

Hello Morbi

Leave a Comment