• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતો મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ*

*ભારે વરસાદ ના કહેર વચ્ચે માનવતા ની મહેર પ્રસરાવતો મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ*

*આફત સમયે શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી વિસ્તાર ના લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરતી મોરબી ની સંસ્થા.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવા માં આવે છે ત્યારે તાજેતર માં મોરબી જીલ્લા માં ભારે વરસાદે કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તાર માં ભોજન-પ્રસાદ ની વ્યવસ્થા કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજનપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થા ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.
આ ભગીરથ સેવા કાર્ય માં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના મુખ્ય સહયોગી હીરેનભાઈ એ.દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીત ના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*હિન્દના રાજા ખ્વાજા ગરીબ નવાજ ની છઠ્ઠી મુબારક નિમિત્તે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ન્યાઝ શરીફ ના કાર્યક્રમ ઠેરઠેર યોજાયા*

Hello Morbi

*ડીસાની સર્વ મંગલમ વિદ્યાલયમાં દીલીપભાઈ ઠકકર (વકીલ) ના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યું રક્ષાબંધન પર્વ*

Hello Morbi

*HELLO MORBI NEWS:રાજકોટ : મદલાણી પરિવારના ક્યુટબોય પ્રેમ મદલાણી નો આજે જન્મદિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

Leave a Comment