• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ છે, ટીમ સતત તૈનાત : ચીફ ઓફિસરશ્રી*

*મોરબીમાં ૧૫૦ લોકોનું કરાયું સ્થળાંતર*

*નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં શરૂ છે, ટીમ સતત તૈનાત : ચીફ ઓફિસરશ્રી*

*વરસાદને કારણે લોકોને બિનજરૂરી બહાર ન જવા માટે અપીલ*

મોરબી, તા. ૨૬

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે મોરબી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી 150 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમ ચીફ ઓફિસરશ્રી ડોબરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. બેઠાપૂલ પાસે છુટાછવાયા વસવાટ કરતા ૧૫૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ૬૦ જેટલા લોકોને બસની વ્યવસ્થા કરીને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા છે જ્યાં જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અન્ય ૯૦ લોકોએ પોતાના સંબંધીને ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓને ફુડ પેકેટ સાથે જ રવાના કર્યા છે. ઉપરાંત નિચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જરૂર પડ્યે અન્ય લોકોને પણ સ્થળાંતરિત કરવામાં આવી શકે છે, તેમ ચીફ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું.

ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે, જે વિસ્તારોમાં પાણી ભરાયાં હતા ત્યાં તાત્કાલિક જેસીબી મોકલીને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણ ડી વોટરીંગ પંપ, નગરપાલિકાના જેસીબી સહિત ચાર થી પાંચ જેસીબી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો*

editor

*HELLO MORBI:સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવાર ને તા ૧૪-૮- નારોજ ગાંધીનગર મળી શકસે નહિ*

editor

*મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે પટેલ ના વરદ હસ્તે સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે ધ્વજવંદન કરવા માં આવેલ*

Hello Morbi

Leave a Comment