• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હળવદ ભેળસેળવાળી વરીયાળી ના જંગી જથ્થાને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનાથી માનવ સ્વાસ્થ્યને
નુકશાન કારક કેમીકલ યુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળીના જંગી જથ્થો કી.રૂ. ૧,૧૨,૮૨,૧૫૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી,
તા.૧૭/૦૫/૨૦૨૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લાનાઓએ મોરબી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ ખાધ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવાની ગે.કા. પ્રવૃતિ આચરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે, હળવદ અવધ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લોટ નંબર-૩,૪ માં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ પાસેથી ગે.કા. પાસ પરમીટ આધાર બીલ વગરનો માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલ યુકત પાવડરની ભેળસેળ વાળી વરીયાળી તથા સાદી વરીયાળીનો જથ્થો તથા કેમીકલ યુકત પાવડર મળી કુલ કી.રૂ. ૧,૧૨,૮૨,૧૫૦/- નો મુદામાલ આધાર પુરાવા વગરનો મળી આવતા શકપડતી મિલકત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી એક ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામું –
૧. હીતેશભાઇ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલ વાણીયા ઉ.વ. ૩૬ ધંધો વેપાર રહે. હાલ હળવદ વસંતપાર્ક સોસાયટી કિશોરભાઇ ઠકકરના મકાનમાં તા.હળવદ જી.મોરબી મુળ રહે. મકાન નંબર- ૧૫/૪૧ પેલા માળે વસુન્ધા એરીયા ગાજીયાબાદ (ઉતર પ્રદેશ)
કબ્જે કરેલ મુદામાલ –
૧. કેમીકલ યુકત પાવડર ભેળસેળ કરેલ વરીયાળી ૪૯,૧૩૦ કી.ગ્રા. કી.રૂ. ૧,૦૦,૭૧,૬૫૦/-
૨. સાદી વરીયાળી ૬૪૦૦ કી.ગ્રા. કી.રૂ. ૧૦,૨૪,૦૦૦/-
૩. કેમીકલયુકત અલગ અલગ કલરનો પાવડર ૩૦૨૫ કી.ગ્રા. કી.રૂ. ૧,૮૧,૫૦૦/-
૪. એક મોબાઇલ ફોન કી.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૧૨,૮૨,૧૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
આરોપીની મોડશઓપરેન્ડી –
આ કામનો આરોપી છેલ્લા બેએક વર્ષથી હળવદ વિસ્તારમાં કારખાનુ ગોડાઉન ભાડે રાખી માર્કેટીંગ યાર્ડમાંથી ખેડુતોની સસ્તા ભાવની વરીયાળી ખરીદ કરી તેમાં માનવ સ્વાસ્થ્યને નુકશાન કારક કેમીકલયુકત પાવડરની ભેળસેળ કરી ઉંચા ભાવે વેચવા સારૂ પેકીંગ કરી બહારના રાજયમાં વરીયાળીનુ વેચાણ કરતો હતો. – કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ. ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*ટંકારા મામલતદાર અને પીએસઆઈ દ્વારા કોવીડ ફ્લેગ માર્ચ યોજી લોકોને જાગૃત કરવા પ્રયાસ*

Hello Morbi

Breaking news COVID-19 update for મોરબી

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મિતાણા ગામે જાહેરમાં ક્રિક્રેટ મેચ ઉપર સટ્ટો રમતા એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment