• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાશે*

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો સપ્ટેમ્બર-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.

અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*રેવદ ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત હોદ્દેદારોને ચાર્જ સોંપાયો.*

Hello Morbi

*HELLO MORBI NEWS:PM SHRI હડીયાણા કન્યા શાળારંગોત્સવ સંગ દીક્ષાંત સમારોહ અહેવાલ*

editor

*મોરબી હળવદ રોડને ફોર લાઈન બનાવવાની કામગીરીનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શુભારંભ કરાયો રૂ.૧૯૭૦૬.૦૦ લાખના ખર્ચે અદ્યતન ફોર લાઈન રસ્તો નિર્માણ પામશે*

Hello Morbi

Leave a Comment