• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ*

મોરબી, ૫ સપ્ટેમ્બર

 

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ. મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨૪ માટેની ચોથા તબક્કાની ( વહેલા તે પહેલાના ધોરણે) પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ ૩૦-૦૯-૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID – UPI QR Code. 4.NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. જિલ્લાના દરેક આઈ.ટી.આઈ. ખાતે ૧૦:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની, રોજે રોજ મેરિટને આધારે પ્રવેશ આપવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદશન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. વધુ માહિતી માટે સંસ્થાની https://itimorbi.gujarat.gov.in/ વેબ સાઈટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૩) જાતી/ કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS), (૪) આધાર કાર્ડ, (૫) પાસપોર્ટ સાઇઝ ફોટો, (૬) બેંક પાસબુક (મરજીયાત) (૭) આવકનો દાખલો સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાની રહેશે તેમ મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*કોરોના વોરિયર્સ મોરબી સિવીલ હોસ્પિટલ ના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન કોરોના ને લીધે મૃત્યુ*

Hello Morbi

*HELLO MORBI: સી.એ. ફાઈનલ ની પરિક્ષા પાસ કરતા અંકિત દેવેન્દ્રભાઈ હિરાણી ને સન્માનિત કરતા મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ*

editor

*HELLO MORBI:વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડે પગે*

editor

Leave a Comment