• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના દુધઈ તાલુકા શાળા ખાતે ઊર્જા રક્ષક દળ કાર્ય ક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળામાં શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ” બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ 2021/22 ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં વિજ્ઞાન કેન્દ્રના સાહેબશ્રી પંકજભાઈ ડાંગર દ્વારા શ્રીજામદુધઈ તાલુકા શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અભ્યાસિક પ્રયોગો ખૂબ જ સરસ અને સરળ રીતે સમજાવવામાં આવ્યા હતા. તેમ જ “રમતા રમતા શીખીએ ” કાર્યક્રમ અંતર્ગત સાહેબશ્રી દ્વારા તમામ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રમતો રમાડીને ગમ્મત સાથે જ્ઞાન આપવાનું કાર્ય ખૂબ જ આગવી શૈલીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ વિદ્યાર્થીઓના જ્ઞાનથી પ્રફુલ્લિત ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રીજામદુધઈ તાલુકા શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષકશ્રીઓ એ જહેમત ઊઠાવી હતી તેમ જ શાળાના ધોરણ 1 થી 8 તમામ 125 વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી…..

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે*

Hello Morbi

*ઝાલીમાં પ્રાથમિક શાળા એ તિરંગો લહેરાયો! શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ આપી સલામ*

Hello Morbi

Leave a Comment