• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ચોરી, વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોસ્ટેના ચોરી/વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી.

તા.૦૫/૧૦/૨૦૨૪
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા શ્રી, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીનાઓ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI વિક્રમસિંહ બોરાણા, HC બળદેવભાઇ વનાણી, વિક્રમસિંહ બોરાણાને ખાનગીરાહે હકિકત મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૧૨/૨૦૨૪ આઇ.પી.સી.કલમ-૪૨૦, ૩૭૯, ૧૨૦બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી મકબુલ એસ./ઓ. હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો હાલે મોરબી વીસીફાટક પાસે ઉભેલ હોય તેવી ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી મકબુલ એસ./ઓ. હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા પેરોલ ફર્લો સ્ટાફ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: ૧૮ ઓક્ટોબરના રોજ હળવદ ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

કેન્દ્રીય રેલવે વિભાગે 1.4 લાખ જગ્યાઓ માટે પરીક્ષાની તારીખો કરી જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

Hello Morbi

*કચરામાંથી કંચન સ્વરૂપે ચકલીનાં માળા અને ચણ-પાણી માટેનાં મોડેલ બનાવટ કાર્યશાળા યોજાઈ ગઈ*

Hello Morbi

Leave a Comment