• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારાના નાના રામપર ગામના સહકારી મંડળીના પ્રમુખ ને હોદ્દા પરથી દૂર કરાયા*

મોરબી : ટંકારા તાલુકાના નાના રામપર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખે ઘરના ભુવા અને ઘરના ડાકલા જેવા ઘાટ વચ્ચે મંડળીની ઓફિસ માટે પોતાનું જ મકાન ભાડે આપવાની સાથે મંડળીના ખાતર, દવા અને બિયારણ ભરવા માટે પોતાનું ઘરનું ગોડાઉન ભાડે આપી ભાડાની કમાણી કરવા ઉપરાંત પોતાના પુત્રને મંડળીના મંત્રી તરીકે નોકરીએ રાખી મંડળીના અન્ય સભ્યોને અંધારામાં રાખવામાં આવતા આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ થયેલી ફરિયાદ બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મંડળીના પ્રમુખને હોદા ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ રણુભા આલુભા ઝાલા વિરુદ્ધ જુદા-જુદા અરજદારો દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ કરવામાં આવતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પ્રમુખને નોટિસ ફટકારી ખુલાસા પૂછવામાં આવ્યા હતા. વધુમાં નાના રામપર મંડળીના પ્રમુખ રણુભા આલુભા ઝાલા મંડળીના વ્યવસ્થાપક સમિતિના મુખ્ય જવાબદાર વ્યક્તિ હોવા છતાં પોતાનું અંગત હિત જોઈ પોતાનું મકાન મંડળીને ઓફિસ માટે ભાડે આપવાની સાથે મંડળીના ગોડાઉન માટે પણ પોતાનું ગોડાઉન મહિને 3000 ભાડા લેખે અને બાદમાં દર વર્ષે 1000 ના ભાડા વધારા સાથે ભાડે આપી પોતાનું અંગત હિત ધ્યાને લીધું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત રણુભાએ પોતાના પુત્રને મંડળીના મંત્રી તરીકે નિમણુંક આપી પગાર ભથ્થા અંગે કોઈ ઠરાવ સ્પષ્ટતા કરી ન હોવાથી મોરબી જિલ્લા રજિસ્ટ્રાર બી.એન.પટેલે નાના રામપર સેવા સહકારી મંડળીના પ્રમુખ પદેથી દૂર કરતો હુકમ કર્યો છે.

Related posts

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો ટુંકાગાળાનો નિ:શુલ્ક કોર્ષ શર*

editor

*ભથાણ ગામના વતની સુલતાનપુર શાળા ના શિક્ષક વનાળિયા ચેતન કુમાર ની સ્પર્ધામાં ઉચ્ચ સિદ્ધિ*

Hello Morbi

Leave a Comment