• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમ યોજતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી જિલ્લાની પી.જી.પટેલ કોલેજમાં ડ્રગ્સ અવેરનેશ કાર્યક્રમ કરતી
એસ.ઓ.જી.ટીમ મોરબી
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ મોરબી જિલ્લા વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ ડ્રગ્સ અંગેની જાગૃત્તા અને અવેરનેશના કાર્યક્રમો કરવા જરૂરી સુચનો કરેલ.
તેમજ ગઇ તા.૩૦/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા NCORD કમીટીની કલેકટરશ્રી મોરબીનાઓની અધ્યક્ષતામાં યોજેલ મીટીગમાં કરવામાં આવેલ ચર્ચા અને સુચના અન્વયે શિક્ષણ વિભાગ સાથે રહી સ્કુલ/કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ડ્રગ્સ અંગે જાગૃત્તા લાવવા તેમજ તેની થતી આડ અસરો અંગેના અવેરનેશના કાર્યક્રમો કરવા જણાવેલ હોય જે અન્વયે તા.૨૦/૦૨/૨૦૨૫ ના રોજ મોરબી શહેરમાં આવેલ પી.જી.પટેલ કોલેજમાં એસ.ઓ.જી. ટીમના પો.સબ.ઇન્સ.શ્રી એમ.એસ.અંસારી તેમજ એ.એસ.આઇ. ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી તથા પોલીસ કોન્સ. આશીફભાઇ રાઉમા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો ની ઉપસ્થિતીમાં નાર્કોટીક્સ માદક પદાર્થની ઉત્પતી તથા તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી તથા ડ્રગ્સના સેવનથી માનસ જીવન ઉપર થતી આડ-અસરો તથા આવી પ્રવૃતિ ધ્યાન ઉપર આવ્યે લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તેવી સમજ અંગે PowerPoint Presentation દ્વારા વિદ્યાર્થીઓને સમજ કરી માર્ગદર્શન આપવામાં આવેલ. અને કાર્યક્રમ દરમ્યાન ઉપરોક્ત ત્રણ સ્કુલોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મળી આશરે કુલ- ૪૭ જેટલા હાજર રહેલા હતા.

Related posts

*માધાપર કન્યાશાળા અને મોરબી મોચી સમાજનું નામ રોશન કરતી હેનસી દિલીપભાઈ પરમાર*

Hello Morbi

*HELLO MORBI NEWS:વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેનભાઈ રૂપારેલિયા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ની વર્કીંગ કમિટી ની મીટીંગ યોજાઈ*

editor

Leave a Comment