• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી તાલુકા પો,સ્ટે,છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ને બિહાર રાજ્ય થી ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

*મોરબી તાલુકા પો.સ્ટે.ના છેતરપીડીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપીને બિહાર રાજય ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*
*પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય*

*જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ I/C મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય*

*મોરબી તાલુકા એ-પાર્ટ ગુ.ર.નં.૦૭/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૪૧૯,૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧,૪૭૪ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬સી, ૬૬ડી મુજબના કામ ના આરોપી કૌશેલેન્દ્રફમાર ઉર્ફે લલ્લફમાર રવિદ્રપ્રસાદ ઉર્ફે સુલતાના મહતો ઉ.વ.૨૯ રહે-ચકલાઇગામ તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર વાળા છેલ્લા છયેક વર્ષથી નાસતા-ફરતા હોય* *જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના પોલીસ હેડ કોન્સ. મહાવીરસિંહ અનીરૂધ્ધસિંહ પરમાર તથા પોલીસ કોન્સ રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા શક્તિસિંહ કિશોરસિંહ જાડેજા નાઓની ટીમ બનાવી ચકવે તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર ખાતે તપાસમાં મોકલેલ હોય જયાં હ્યુમનસોર્સ તથા ટેકનીકલ વર્ક કરીને મજકુર આરોપીને તેમના ઘરેથી તા-૨૩/૦૨/૨૦૨૫ ના રોજ પકડી પાડેલ હોય જેની આગળની તપાસ પો.ઇન્સ. એસ.કે.ચારેલ નાઓ ચલાવી રહેલ છે*
પકડવા ઉપર બાકી ગુના રજિસ્ટર નંબર
(૧) મોરબી તાલુકા એ-પાર્ટ ગુ.ર.નં.૦૭/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૪૧૯,૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧,૪૭૪ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬સી, ૬૬ડી મુજબ*

આરોપીનો ગુન્હાનો એમ.ઓ.
મજકુર આરોપી ફોન કરીને ખોટી અલગ અલગ પેટ્રોલીયમ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને પેટ્રોલપંપનુ લાયસન્સ આપવાની લાલચ આપી તેમજ લોન આપવાની, તેમજ અલગ અલગ ઓનલાઇન સ્કીમની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીડી આચરવાના ગુનાને અંજામ આપવાની ટેવવાળો છે
આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-
મજકુર આરોપી વિરૂધ્ધ છેતરપીડીના ઓરીસ્સા, તેલગંણા, ફરીદાબાદ(હરીયણા),મહારાષ્ટ્ર, રાજયોમાં અલગ અલગ ગુન્હા દાખલ થયેલ છે*.

Related posts

*HELLO MORBI: માન.રાજ્યપાલશ્રી ની મોરબી મુલાકત અર્થે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમાં ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ અંતર્ગત ગાબડા ધારી માર્ગ હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અકસ્માતનો ભય*

Hello Morbi

Leave a Comment