• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી પકડી પાડતી મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

*વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના બાડમેર જિલ્લા ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

*તા.૨૭/૦૨/૨૦૨૫*
*શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીનાઓને ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.આઈ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનાઓ મોરબી જિલ્લાના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જિજ્ઞાસાબેન કણસાગરા તથા HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા ,વિક્રમભાઇ રાઠોડનાઓને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોસ્ટે પ્રોહી.ગુ.ર.નં.૫૧૫૧/૨૦૧૭ પ્રોહી.કલમ-૬૫એઇ,૧૧૬(બી),૮૧,૯૮(૨) વિ. મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી મુનીમ સુરેન્દ્રકુમાર ઉર્ફે સુરેશ ડોગીયાલ રહે.બાડમેર (રાજસ્થાન) વાળો હાલે બાડમેર રાજસ્થાન ખાતે હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત એક ટીમ બનાવી બાડમેર રાજસ્થાન ખાતે મોકલતા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો સુરેન્દ્ર બીરારામ ચૌધરી /જાટ ઉ.વ.૩૯ રહે.સઉઓ કી ઢાણી, મોખાબ ખુર્દ, મૌખાબ કલાં તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળો બાડમેર બલદેવનગર ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાકાંનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે*
*આમ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે*

*કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી*
*શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.ઇન્સ.શ્રી વી.એન.પરમાર, પો.સબ.ઇન્સ.શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા*

Related posts

*HELLO MORBI NEWS;માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર ના ગામો ખાતે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*મોરબીની રવાપર રોડ પરની નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે રવિવાર ને તા ૧૭ ૪ ના રોજ રક્તદાન કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment