
મોરબી તાલુકાના પીપળી ગામે માનસરોવર સોસાયટી પાસે થી માટી ની બોરી ની આડ માં ઇગ્લીશ દારૂ ની હેરાફેરી કરી રહેલ ટ્રેલર માંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ.કેતનભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ કાનજીભાઇ લોખીલ નાઓને સંયુકત બાતમી / હકીકત આધારે મોરબી તાલુકા ના પીપળી ગામ ગામ ની સીમ અંબીકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ ઉપર પડેલ ટ્રેલર નં.RJ-09-GC-3141 માં ભરેલ માટી ની બોરી ની આડ માં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ ની કાચ ની નાની મોટી શીલપેક બોટલ નંગ-૮૨૮ તથા ૫૦૦ એમ.એલ ના કંપની શીલપેક બીયર ટીન નંગ-૩૧૨ ફૂલ ૫,૧૪,૦૯૨/- નો મુદામાલ શોધી કાઢી તેમજ ઇંગ્લીશ દારૂ ની હેરાફેરી કરી રહેલ ઉપરોકત ટ્રેલર નંબર RJ-09-GC-3141 ની કીરૂ ૧૦,૦૦૦૦૦/-તથા બે મોબાઇલ કીરૂ ૧૦,૦૦૦/- એમ કુલ ૧૫,૨૪,૦૯૨/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એસ.એસ.સગારકા નાઓ ચલાવી રહેલ છે
1. શ્રવણસિંગ સ/ઓ. કીશનસિંગ રાવત / રાજપુત રહે.અકીગઢ તા.ભીમ જી.બ્યાવર (રાજસ્થાન )
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતિય બનાવટ અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી. ની ઇગ્લીશ દારૂ ની કાચ કંપની શીલપેક બોટલો નંગ-૮૨૮ કીરૂ તથા બીયર ટીન નંગ-૩૧૨ કિ.રૂ. ૫,૧૪,૦૯૨/- તથા ટ્રેઇલર રજી.નં. RJ-09-GC-3141 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ કીરૂ ૧૦,૦૦૦/- મળી કૂલ રૂ. ૧૫,૨૪,૦૯૨/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ સાહેબ તથા પો.સ.ઈ.શ્રી એસ.એન.સગારકા સાહેબ
તથા એ.એસ.આઇ ભુપતસિંહ અજુભાઇ પરમાર તથા પોલીસ હેડ કોન્સ. અંબાપ્રતાપસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર તથા ચંદ્રસિંહ કનુભા પઢીયાર તથા દેવશીભાઇ ડુંગરભાઇ મોરી તથા પો.કોન્સ રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા કેતનભાઇ જીવણભાઇ અજાણા તથા સિધ્ધરાજભાઇ કાનજીભાઇ લોખીલ તથા શકતિસિંહ કીશોરસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ ભુપતસિંહ પરમાર તથા ભગીરથભાઇ દાદુભાઇ લોખીલ તથા અરવિંદભાઇ ધીરજભાઇ મકવાણા તથા ફુલદીપભાઇ પોલાભાઇ કાનગડ તથા અજયભાઇ રાયધનભાઇ લાવડીયા તથા યશવંતસિંહ પ્રવિણસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.
