• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસાની પૂજ્ય સતશ્રી મહારાજની ભાગવતકથામાં રૂપિયા 5,55,555 શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ અર્પણ કરાયા*

ડીસાની પૂજ્ય સતશ્રી મહારાજની ભાગવતકથામાં રૂપિયા 5,55,555 શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગૌસેવા હેતુ અર્પણ કરાયા
છેલ્લા 346 ગુરૂવારથી અખંડિત રીતે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે નિરંતર પૂજ્ય જલારામ બાપાનાં ભજન સમગ્ર સનાતન હિંદુ સમાજના પરિવારોમાં થાય છે.અત્યાર સુધી એક કરોડ બત્રીસ લાખની ગૌસેવા થઈ ચૂકી છે.
ડીસા નગરમાં જલારામ ગૌશાળા ભાભર, શાસ્ત્રીજી ગૌશાળા ડીસા તેમજ જલીયાણ ગૌશાળા ડીસાના લાભાર્થે પૂજ્ય સતશ્રી મહારાજની દિવ્ય ભાગવતકથા દરમિયાન શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ જાહેરાત કરતાં રૂપિયા 5,55,555 પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન ગૌસેવા હેતુ કથા આયોજકો સર્વ પ્રકાશભાઈ છાયલા, પ્રતાપભાઈ રૂપારેલ, શશીકાંતભાઈ ડી ઠક્કર, મહેશભાઈ ઉડેચા, દિનેશભાઇ ચોકસી, નરેશભાઈ આચાર્ય, મહેશભાઈ જીવરાજભાઈ પોપટ, મુકેશભાઈ આચાર્ય સહિત સૌને અર્પણ કરાયા હતા.આ દિવ્ય અવસરે પૂજ્ય સતશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદથી સર્વમંગલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 201 ગૌભકતો-જલારામ ભકતો આ પ્રેરણાદાયી અવસરે ડ્રેસકોડમાં ખાસ હાજર રહ્યા હતા.પૂજય સતશ્રી મહારાજે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની કામગીરીથી રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI:મોરબી:સેવાકીય સંસ્થાના માધ્યમ થી પશુ, પક્ષી, અને માનદ સેવા કરતા અલ્પાબેન કક્કડ*

editor

*રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે માળીયા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા દ્વારા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ ધમસાણીયા જિલ્લા કક્ષાએ “”શ્રેષ્ઠ શિક્ષક”” તરીકે સન્માનિત*

editor

Leave a Comment