• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:શ્રીહડિયાણા તાલુકા શાળાના બાળકોએ બેગ લેસ ડે અંતર્ગત બાલાચડી સોલાર પ્લાન્ટ ની મુલાકાત લીધી*

હડીયાણા: તા ૮ આજ રોજ શ્રી હડિયાણા તાલુકા શાળા ના ધોરણ 6 થી 8 ના કુલ 72 બાળકો એ બેગ લેસ ડે અંતર્ગત .. બાલાચડી સોલાર પ્લાન્ટ ની મુલાકાત લીધી. સોલારની હાલની પરિસ્થિતિમાં જરૂરિયાત તથા ફાયદા ની સમજ આપવામાં આવી તથા તેની પૂરી પ્રોસેસ સમજાવવામાં આવી 7 ગામને વીજળી પૂરી કરી શકાય તેટલી વીજળી બાલાચડી સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી.ત્યાંથી મોગલધામ ખીરી માતાજીના દર્શન તથા આરતી નો લાભ લીધો.તથા ગાણિતિક રમતો રમાડવામાં આવી.ત્યાર બાદ પેટ્રોલપંપ ની મુલાકાત લેવામાં આવી પેટ્રોલિયમ પદાર્થોની તંગી ને કારણે અને ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના અને જરૂરિયાત મુજબ ઉપયોગ અંગે ની માહિતી આપવામાં આવી.ત્યાંથી ખીરી હનુમાનજી ની મઢી ના દર્શન કરી બાળકો દ્વારા ધૂન બોલી ત્યાં રમત ગમત કરી ગરમી માં કોન ખવડાવી ને બાળકો ને ઠંડક નો આનંદ આપી ને છેલ્લે નાસ્તો કરી ને પરત હડિયાણા આવી ને નાનું એવું પર્યટન પૂર્ણ થયું.સમગ્ર આયોજન શાળાના આચાર્યશ્રી તથા ઉચ્ચ પ્રા. શિક્ષકો દ્વારા કરવામાં આવેલ .સાથો સાથ ધોરણ 1 થી 5 ને કાશી વિશ્વનાથના મંદિરના દર્શન કરી રમત સાથે ગમ્મત સાથે કોન તથા નાસ્તો તો ખરોજ હો…આમ બાળકો દ્વારા મોજીલા શનિવાર ની મોજ કરી …………………………..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા…..

Related posts

*HELLO MORBI:મોટા દહિસરા કન્યા શાળામાં વ્યસન જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:તમને લાગે છે કે માથાનો સામાન્ય દુખાવો કશું નથીતો આ 𝟒 જીવલેણ સત્યો જરૂર જાણો*

editor

*HELLO MORBI: હળવદમાં શેરી, રોડ રસ્તા અને ગટરની સફાઈ તેમજ રસ્તાના પેચ વર્કની કામગીરી પૂરજોશમાં*

editor

Leave a Comment