• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જીલ્લાામાં પસાર થતો નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ*

મોરબી જીલ્લાામાં પસાર થતો નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ રેન્જ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.વી.ધેલા જીલ્લા ટ્રાફિક શાખા નાઓએ મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રાફિક નિયમોનુ ચુસ્ત પણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે હાઇવે રોડ ઉપર ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે THE MOTOR VEHICLES (DRIVING) REGULATIONS-2017 માં વાહન ચાલકો પોતાના વાહન લેન મુજબ ચલાવવા આ અધિનિયમની કલમ-૬ માં જોગવાઇ કરવામાં આવેલ છે.
જેથી મોરબી જીલ્લામાં તા.૦૭/૦૩/૨૦૨૫ થી તા.૧૬/૦૩/૨૦૨૫ દિન-૧૦ ની લેન ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનુ પાલન કરાવવા સારૂ ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પો.સ્ટે. વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી ને.હા રોડ ઉપર ચાલતા ભારે વાહનનો લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવે છે. તેમજ ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઇડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે. તેમજ જીલ્લા ટ્રાફિક શાખા દ્રારા લેન ડ્રાઇવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સુચના આપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતેની પ્રસિધ્ધ સારૂ એક ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર માઇક દ્રારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં મોટા અવાજે સુચનાઓ આપવામાં આવે છે. તેમજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેથી રોડ ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરવામાં આવે તો રોડ ઉપર બનતા ગંભીર અકસ્માતો રોકી શકાય.
પ્રજા જોગ સંદેશ:- આથી તમામ ટ્રાન્સપોર્ટ ના માલીકોને પોતાના ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરવા બાબતે સમજ કરવા તમામને મોરબી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે દોશી હાકેમચંદ કેશવલાલ (હ.લલીત ભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૦૫ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગે.કા. એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન* *સાથે એક ઇસમને કુલ કિ.રૂ. ૧,૦૮,૫૨૫/-ના મુદામાલ સાથે પકડી પાડતીક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*ટંકારા તાલુકાના ટોળ ગમે વિકાસને વેગ આપતા સરપંચ અ.રહીમ ભાઈ ગઢવાળા*

Hello Morbi

Leave a Comment