• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની સાથે…. સાથે…*

*દેવભૂમિ દ્વારકા ખાતે આયોજિત વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની સાથે…. સાથે…*
****

*૦ એક અરસા પછી દ્વારકા ખાતે પધારી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા સમગ્ર હાલાર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.*

*૦ હાલાર પંથકના તમામ માર્ગો જાણે દ્વારકા તરફ જતાં હોય એવો મહોલ સર્જાયો હતો અને દ્વારકાના શહેરીજનોની સાથે ગ્રામ્યજનો પણ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કાર્યક્રમમાં જોડાયાં હતા*

*૦ સભાસ્થળ ભાતીગળ અને રંગબેરંગી વસ્ત્રોથી છવાયેલું જોવા મળ્યું હતું.*

*૦ સભામંડપમાં હાલાર પંથકના પરંપરાગત વસ્ત્રો જેવા કે કેડિયું અને ચોરણી પહેરેલા અનેક નાગરિકો જૉવા મળ્યા હતા.*

*૦ મોટી સંખ્યામા આગેવાનો સાફો પહેરીને આવ્યાં હતા.*

*૦ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેજ પર આગમન થતાં લોકોએ ભારે હર્ષનાદ અને જયશ્રી રામ ના નારા સાથે તેમને વધાવી લીધા હતા*

*૦ જાણીતા કલાકાર માયાભાઈ આહીર, લલીતાબેન ઘોડાદ્રા, બીરજુ બારોટ, દેવરાજ ગઢવી સહિત કલાકારોએ લોકસાહિત્ય અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી.*

*૦ કાર્યક્રમના પ્રારંભમાં લોક કલાકારો દ્વારા લોકસાહિત્ય અને દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરતા સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.*

*૦ વિવિઘ મહાનુભાવો દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.*

*૦મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનશ્રીનેશ્રી દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા*

*૦સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા બાંધણીના ખેસથી વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.*

*૦ સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈએ સોના ચાંદીની પાઘડી પહેરાવી વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા.*

*૦ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ દ્વારા પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું*

*૦ ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા સોનાના મુકુટથી તેમજ સુદર્શન સેતુની પ્રતિકૃતિથી વડાપ્રધાશ્રીનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું*

*૦ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં વિરમભા પરિવાર દ્વારા શ્રી રામ મંદિરને ૯૦ કિલો ચાંદી અર્પણ કરવામાં આવ્યું હતું.*

*૦ પ્રધાનમંત્રીશ્રી તેમનું ભાષણ પૂર્ણ કરી જઈ રહ્યા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રિદ્ધિબા જાડેજાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સેલ્ફી લીધી*

*૦ વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે જાહેર સભા સ્થળ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જન મેદનીએ વડાપ્રધાનશ્રીનો મન કી બાતનો ૧૧૦મો એપિસોડ નિહાળ્યો હતો*

Related posts

*HELLO MORBI:ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મસ્થળની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*

editor

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતાઆરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:ટંકારા:ફુલીયા હનુમાનજી મંદિરે વિરમંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ ઉજવાશે*

editor

Leave a Comment