• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ*

ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ
શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ નાઓની સુચના અન્વયે તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી વિભાગ મોરબી નાઓએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે અમો શ્રી એન.એ.વસાવા, પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સર્વેલેન્સ સ્ટાફ વીસીપરા સ્મશાન રોડ કેશવા બાપાના આશ્રમ પાસે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ જગદિશભાઇ ડાંગર તથા પો.હેડ કોન્સ. સંજયભાઈ રાઠોડ તથા પો.કોન્સ. વિપુલભાઇ બાલસરા નાઓને સંયુકત ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી વીસીપરા સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમ પાસે એક ઇસમ જેને સફેદ પીડો તથા મરૂણ કલરનુ પટ્ટા વાડુ ટીશર્ટ અને કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે જે એક દેશી હાથ બનાવટનો કટો બંદુક સાથે આંટાફરે છે તેવી હકિકત મળતા સદરહુ જગ્યાએ તપાસ કરતા હકિકત મુજબનો વર્ણનવાળો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા આદિનાભાઇ ઇકબાલભાઇ મકરાણી જાતે બ્લોચ ઉ.વ.૩૧ રહે, કે.જી.એન પાર્ક બાવડીયા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબી – ૧ વાળા પાસેથી દેશી બનાવટની બંદુક (કટો) નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપી :-
આદિનાભાઇ ઇકબાલભાઇ મકરાણી જાતેબ્લોય ઉ.વ.૩૧ રહે, કે.જી.એન પાર્ક બાવડીયા પીરની દરગાહ સામે વાવડી રોડ મોરબી-૧.
પકડાયેલ મુદ્દામાલ :-
દેશી બનાવટની બંદુક (કટો) નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/-
સારી કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ. જીતેન્દ્રભાઇ અઘારા તથા પો.હેડ કોન્સ. જગદિશભાઇ ડાંગર તથા જયપાલભાઇ લાવડિયા તથા રાજેશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડ તથા પો.કોન્સ. વિપુલભાઈ બાલસરા તથા ભાવેશભાઇ કોટા તથા રાજપાલસિંહ જાડેજા તથા સિધ્ધરાજસિંહ ઝાલા તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી મા હજરત રોયલા પીર (ર.અ.) ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન*

editor

*HELLO MORBI:સ્વ શ્રી નાનાલાલ દલીચંદ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ/ દ્વારા* *ટીબી પેશન્ટ ને 6 માસ સુધી પોષણક્ષમ આહાર આપવા માટે દત્તક લેવામાં આવેલ*

editor

*HELLO MORBI NEWS: વિશાલ પટેલ MOEFCCPC ના ડિરેક્ટર પદ માટે નોમિનેટ થયા.ગુજરાત રાજ્ય અને દિવ-દમણની જવાબદારી મળી*

editor

Leave a Comment