• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસા રઘુવંશી પારકર લોહાણા સમાજના અગ્રણી જીવરામભાઈ ભીમજીભાઈ ઠક્કરનું થયેલ દુખદ અવસાન*

ડીસા રઘુવંશી પારકર લોહાણા સમાજના અગ્રણી જીવરામભાઈ ભીમજીભાઈ ઠક્કરનું થયેલ દુખદ અવસાન
ડીસા રઘુવંશી પારકર લોહાણા સમાજના અગ્રણી,જાણીતા ગાયત્રી ઉપાસક, ખૂબ જ સારા વાચક તેમજ રચનાત્મક વિચારસરણી ધરાવતા જીવરામભાઈ ભીમજીભાઈ ઠક્કર/પોપટનું 79 વર્ષની વયે દુઃખદ અવસાન થતાં સમગ્ર લોહાણા સમાજમાં આઘાતની લાગણી પ્રસરી હતી.
સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં સમાજજનો,નગરજનો,પરિચિતો જોડાયા હતા.ધૂળિયાકોટ શાંતિધામ સ્મશાનભૂમિ ખાતે સદગતને ગાયત્રી મંત્રોચ્ચાર સાથે વૈદિક વિધિ મુજબ અગ્નિદાહ આપ્યા બાદ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.
પ્રાર્થનાસભામાં સર્વ લીલાધરભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,શાંતિભાઈ વકીલ, રાયચંદભાઈ કે. ઠક્કર – રાધનપુર, હેમંતભાઈ તન્ના-પાટણ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય સહિત સૌએ સદગત જીવરામભાઈના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.હનુમાનચાલીસા,ગાયત્રી મંત્રનું ગાન,ઓમકારનાદ તેમજ મૌન પાળી સદગતના આત્માની ચિરશાંતિ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.
પરિવારના સર્વ સુખદેવભાઈ હરજીવનભાઈ પોપટ તેમજ મહેશભાઈ જીવરામભાઈ પોપટ સહિત સૌએ દુખની આ ઘડીએ સહકાર આપનાર તેમજ સ્મશાન યાત્રામાં ઉપસ્થિત રહેનાર સૌકોઈ પ્રત્યે ઋણસ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લેતા મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખશ્રીઓ*

editor

*નડિયાદ સંતઅન્ના સ્કૂલના વિદ્યાર્થી હસ્સાન બેગ મિરઝા એ ખેલ મહાકુંભમા રાજ્ય કક્ષાએ બોન્ઝ મેડલ મેળવી સાક્ષર નગરી નડિયાદનું ગૌરવ વધાયું!!!*

Hello Morbi

Leave a Comment