• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપ દ્વારા બાઇક રેલી કળશ યાત્રા તેમજ કાશીથી લાઈવ પ્રોગ્રામ નિહાળવા સહિતના કાર્યક્રમો યોજાશે: જયુભા જાડેજા*

મોરબી : કાશીવિશ્વનાથ કોરીડોરના લોકાર્પણ નિમિત્તે મોરબીમાં ભાજપ દ્વારા કાલે સોમવારે બાઈક રેલી અને કળશ યાત્રા સાથે કાશીથી લાઈવ પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ યોજાશે.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્રણ હતુ કે કાશી વિશ્વનાથ મહાદેવ જયોતિર્લિંગના પ્રાચિન મંદીરનો જીર્ણોદ્ધાર કરીને ભકતો માટે વિશાળ કોરીડોર બનાવવામાં આવે. આથી, કાશી વિશ્વનાથ કોરીડોરનું કામ પુર્ણ થયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તારીખ 13 ડીસેમ્બરના રોજ સવારે 11 કલાકે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં કોરીડોર જનતાને સમર્પિત કરશે.                                                 તે અંતર્ગત મોરબી ખાતે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી હેઠળ આવતીકાલે યુવા મોરચા દ્વારા સવારે 10 કલાકે બાઈક રેલી અને મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા તેમજ કાશીથી લાઈવ પ્રસારણ નિહાળવાનો કાર્યક્રમ સવારે 11 કલાકે નરસંગ મંદીર, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે તેમ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Related posts

મોરબી : *સાંજ સમાચારના બ્યુરોચિફ જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી મહેન્દ્રપરા મેઈનરોડ ભવ્ય થી દીવ્ય ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન*

editor

*HELLO MORBI:થરા જલારામ સત્સંગ મંડળના ભકતોએ રામધામ વાંકાનેરની લીધી મુલાકાત*

editor

Leave a Comment