• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું*

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ અનુસંધાને અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની સુચના અને મ્હે.પોલીસ અધિક્ષકશ્રી, મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન મુજબ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં વસવાટ કરતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ ના ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના આગળના અભ્યાસ માટે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનુ ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આજરોજ તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ કલાક-૧૦/૩૦ વાગ્યે પોલીસ અધિક્ષક કચેરી, મોરબી ખાતે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નુ આયોજન કરવામાં આવેલ હતુ. આ સેમિનારમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહેલ હતા. જેઓને તજજ્ઞશ્રી રવિન્દ્ર બોરલે (આચાર્યશ્રી, જવાહર નવોદય વિદ્યાલય, મોરબી) નાઓ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી આગળ શુ અભ્યાસ કરી શકાય, પોતાના મનપસંદ વિષયમાં કારકિર્દી માટે કયા-કયા અવકાશ છે તે વિષયક તથા શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ઉપલબ્ધ અલગ-અલગ પ્રોફેશનલ કોર્ષીસ વિશે વિગતવાર અને સચોટ માહિતી આપવામાં આવેલ. શ્રી પી.એ.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ, જિ.મોરબી નાઓ દ્વારા હાજર વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર અને રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપેલ અને પ્રવર્તમાન સરકારશ્રીની યોજનાઓ વિશે વિગતવારની જરૂરી જાણકારી આપવામાં આવેલ. શ્રી વી.બી.દલવાડી, નાયબ પોલીસ અધિક્ષક, ઇન્ચા.મુખ્ય મથક, જિ.મોરબી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મુંજવતા પ્રશ્નો વિશે યોગ્ય માહિતી પુરી પાડેલ તથા કારકિર્દી ઘડતર દરમ્યાન નિર્ધારીત સ્થાન/લક્ષ્ય સુધી કઇ રીતે પહોંચી શકાય તે બાબતે સવિસ્તૃત માહિતી આપવામાં આવેલ તથા સાયબર અવેરનેશ બાબતે તેમજ મોબાઇલના ઉપયોગથી થતા લાભો અને ગેરલાભો બાબતે જરૂરી માહીતી આપી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ કારકિર્દીને લગત કોઇ પ્રશ્ન હોય તો પોલીસની મદદ માટે હંમેશા તૈયાર હોવાનુ જણાવી સેમિનારને પૂર્ણ જાહેર કરેલ હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા સેમિનારના આયોજન બદલ મોરબી જિલ્લા પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ હતી. તેમજ, વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કારકિર્દી માટે સંકલ્પ લેવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ માટે રીફ્રેશમેન્ટની વ્યાવસ્થા કરવામાં આવેલ હતી.

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા : ટંકારા ગામના ત્રણ વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો નૂતન ધ્વજ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉજવાયો.*

editor

*HELLO MORBI:બી.ડી.ડી.એસ.ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગાળવાના/ભઠ્ઠીના ૪ કેસો શોધી પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરતી મોરબી જિલ્લા પોલીસ*

editor

*કોડીનારમાં બીએસકેસી આઈ.એ.એસ.સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા અને સેમિનાર*

Hello Morbi

Leave a Comment