• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના તારાણા ગામે ગ્રામ સમસ્ત આહિર તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજશે*

જોડીયા તાલુકાના તારાણા ગામે ગ્રામ સમસ્ત આહિર તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન.

જોડીયા તાલુકાના તારાણા ગામે પરમ કૃપાળુ ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપાથી વિશ્વ શાંતિ તેમજ જન કલ્યાણ અર્થે તેમજ તારાણા મુકામે સમસ્ત આહિર તેમજ ભરવાડ સમાજ આયોજિત તારાણા ગામના સમસ્ત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન સવંત.2081 ચૈત્રવદર ને મંગળવાર તા.15.4.2025 થી ચૈત્રવદ આઠમને સોમવાર તા.21.4.2025 સુધી કરેલ છે તો આ મંગલમય પાવનકારી કથાનું રસપાન કરવા સમસ્ત આહિર તેમજ ભરવાડ સમાજ દ્વારા સ્નેહ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે
શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ ઉપર પ્રખર વિદ્વાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી પંકજભાઈ જાની( ઉમરાળા વાળા) બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથાનો સમય.9 થી12 તેમજ બપોરે.3 થી.6 નો રહેશે તો આ પાવન પ્રસંગે આપને સહ હૃદયતાથી જ્ઞાન યજ્ઞમાં પધારવા તારાણા ગામ સમસ્ત આહિર તેમજ ભરવાડ સમાજ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે ઉપરોક્ત કથા દરમિયાન દરરોજ બપોરે12 કલાકે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલ છે તો કથા શ્રવણ નો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ (*લલિત નિમાવત દ્વારા*)

Related posts

*HELLO MORBI:મોરબી પોલીસ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાશના વાલી વારસ શોધવા માટે તજવીજ શરૂ*

editor

રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- 

Hello Morbi

જૂનાગઢ લોહાણા મહિલા મંડળના પ્રમુખ તરીકે અલ્પાબેન ઉનડકટની સર્વાનુમતે વરણી

Hello Morbi

Leave a Comment