• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:બધુનગર ખાતે આવેલ બાપાસીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી તાલુકા વિસ્તારમાં બધુનગર ખાતે આવેલ બાપાસીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં-૧૧૦ માંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી.
પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ નાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ‚ મોરબી જિલ્લાનાઓએ ગે.કા. નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચન કરેલ હોય જે અન્વયે શ્રી એન.આર.મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ. કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકિકત મળેલ કે, અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઇ માણેકીયા રહે. વાંકાનેર, લક્ષ્મીપરા શેરી નં.૦૩ વાળો બંધુનગર ગામે વેરોના ગ્રેનીટો પ્રા.લી. સીરામીક સામે આવેલ કોમ્પ્લેક્ષમાં પોતાના કબજા ભોગવટાવાળી દુકાન નં.૧૧૦ માં ગે.કા.રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પંચો તથા પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીની કબજા ભોગવટાવાળી દુકાન નં-૧૧૦ માં ઝડતી તપાસ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમ નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી),૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમોને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઇ માણેકીયા ઉ.વ.૨૨, ધંધો મજુરી રહે.વાંકાનેર, લક્ષ્મીપરા શેરી નં.૦૩ જી.મોરબી.
પકડાયેલ મુદ્દામાલ :-
નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૧ કિલો ૨૬૭ ગ્રામ જેની કિ.રૂ.૧૨,૬૭૦/-
મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/-
ડીજીટલ વજનકાંટો નંગ-૧ કિ.ર.૩૦0/-
રૂપીયા ૧૦૦/- ના દરની નોટ નંગ-૨૧ કિ.રૂ.૨૧૦૦/- કુલ કિંમત રૂપીયા-૩૦,૦૭૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એન.આર.મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તેમજ એ.એસ.આઇ મુકેશભાઇ જોગરાજીયા, મદારસિંહ મોરી, મનસુખભાઇ દેગામડીયા તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઇ ખાંભલીયા તથા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ ૨૦૨૧ આપી આણંદના સેવાભાવી અલ્પાબેન પટેલનું સન્માન*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સિટી વિસ્તારના હસનપર ગામની સીમમાં આવેલ આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા કુલ-૮ ઇસમો પૈકી ૦૩ આરોપીઓને રોકડા રૂપીયા-૪,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*હડિયાણા સેવા સહકારી ના પ્રમુખ મગનભાઈ કાનાણી એ મતદાન કર્યું*

Hello Morbi

Leave a Comment