
પડધરી:તા ૧૯ પડધરીની રાદડ ગામે આવેલ કિંમતી જમીન સંદર્ભે કરવામાં આવેલ જમીનની વહેંચણી તથા દસ્તાવેજો રદ્દબાતલ ઠરાવવા કરવામા આવેલ દાવા અરજી નામંજુર નો હુકમ પડઘરી પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબ દ્રારા કરવામા આવેલ છે.
દાવા અરજીની હકિકત મુજબ, આ કામનાં વાદીએ હાલનો દાવો ડિસ્ટ્રિકટ રાજકોટના સબ-ડિસ્ટ્રિકટ પડઘરીના મોજે ગામ રાદડ ગામે ખાતા નં ૪ ની રે.સ.નં.૮૯, ક્ષેત્રફળ હે.આરે.ચો.મી ૨-૨૫-૬૧ તથા રે.સ.નં.૧૦૦/૧, ક્ષેત્રફળ હે.આરે.ચો.મી ૧-૦૮-૨૫ તથા રે.સ.નં.૧૦૧, ક્ષેત્રફળ હે.આરે.ચો.મી ૨-૧૧-૪૫ તથા રે.સ.નં.૧૩૫/૨, ક્ષેત્રફળ હે.આરે.ચો.મી 0-૯૬-૧૧ તથા રે.સ.નં.૧૩૬/૧, ક્ષેત્રફળ હે.આરે.ચો.મી ૦-૫૭-૬૭ વાળી ખેતીની જમીનોમા વાદીનો વણવહેચાયેલ ૧/૨ (અડઘો) હિસ્સો મેળવવા તથા થયેલ દસ્તાવેજો રદ કરવા માટે વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા દાવા અરજી દાખલ કરેલ હતી.
આ દાવા અરજી ચાલવા પર આવતા બંન્ને પક્ષકારોએ કરેલી વિગતવાર રજૂઆત દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાને ધ્યાને લઇ તથા પ્રતીવાદીઓ તરફે દલીલ કરવામા આવેલ કે વાદીએ નામદાર કોર્ટ સમક્ષ સમય મર્યાદામા દાવા અરજી લાવેલ નથી તથા દાવા વાળી જમીનો માંથી નોટરી રૂબરૂ ના સોગંદનામાથી વાદીએ પોતાનો જે કાઇ હકક,હિત,હિસ્સો હતો તે સ્વેચ્છાએ જતો કરેલ હતો આ તમામ બાબતો ઘ્યાનમા લઇ પડઘરી પ્રિન્સીપાલ સીવીલ જજ સાહેબ દ્રારા દાવા અરજી નામંજુર કરવાનો હુકમ કરવામા આવેલ છે.
આ કેસમાં પ્રતીવાદીઓ તરફે એડવોકેટ જયાદિત્યસિંહ વી.ઝાલા,રવિન્દ્રસિંહ એસ. જાડેજા,બીપીન કે. ત્રિવેદી તથા હરદેવસિંહ ડી. જાડેજા રોકાયેલા હતા.(*કૌશિક કોટક દ્વારા*)

