• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અમૃત મહોત્સવ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

અમૃત મહોત્સવ નિમિત્તે ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન
ડીસાના ખૂબ જ માનવતાવાદી, સેવાભાવી, રચનાત્મક, હકારાત્મક અને પર્યાવરણપ્રેમી એવા ડો.સી.કે.પટેલ સાહેબને સફળ તેમજ સાર્થક જિંદગીનાં 75 વર્ષ પૂર્ણ થતાં ગૌમાતાના કલ્યાણ હેતુ 415 મા ગુરૂવારે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા પૂજ્ય જલારામ બાપાનાં ભજન એમના નિવાસસ્થાને રાખવામાં આવ્યાં હતાં.
ગુરૂવારે ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેતાં ભજનની રમઝટ જામી હતી.ડો.સી.કે.પટેલ તેમજ તેમનાં ધર્મપત્ની વીણાબેન પટેલનું અમૃત મહોત્સવ નિમિત્તે ફૂલવર્ષા કરી પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટો દ્વારા વાજતેગાજતે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા હેતુ અપીલ કરતાં અંદાજે રૂપિયા 1,07,000 એક લાખ સાત હજાર જેટલી ગૌસેવા એકત્ર થઈ હતી.ટેટોડા શ્રી રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ તેમજ શ્રી સુખદેવ સેવા સંસ્થાન ડીસાના પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ ભજનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આગામી ગુરૂવારે કોકિલાબેન દેવીપૂજકના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન હોઈ સૌને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS:ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા દ્વાર વાર્ષિક સાધારણ સભાનવાપદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ અને પારિવારિક સ્નેહમિલન યોજાયું*

editor

*HELLO MORBI NEWS: માળીયા (મી) ના ઝાઝાસર ગામ નજીકથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો જથ્થો ઝડપી પાડતી માળીયા પોલીસ*

editor

*HELLO MORBI: આગામી ૧પમી એ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment