• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર અસ્નાનીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર અસ્નાનીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન
દુનિયાનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર કિશોરભાઈ અસ્નાનીએ સમગ્ર ગુજરાત અને ભારતના ગૌરવમાં વધારો કર્યો છે.આ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી તેઓ ડીસા આવી પહોંચતાં જલારામ મંદિર ખાતે ઢોલ શરણાઈના ઢબૂકતા નાદે તેમનું શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.જલારામ મંદિર ડીસાના ટ્રસ્ટીઓ સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,ડો.કિશોરભાઈ અસ્નાની, શશીકાંતભાઈ ડી ઠક્કર તેમજ શુભેચ્છક ગ્રુપના કમલેશભાઈ રાચ્છ, અમીતભાઈ પુરોહિત,બળદેવભાઇ રાયકા, ચંદુભાઈ એટીડી, મહેશભાઈ મનવર, કાંતિલાલ માળી, જયેશભાઈ દેસાઈ, કલ્પેશભાઈ -લાલાભાઈ, સંગીતાબેન ઠક્કર, પૂજાબેન ઠક્કર, હિતેશભાઈ સોનપાલ, શૈલેષભાઈ બહુચર ડ્રેસવાળા,પ્રકાશભાઈ કાનાબાર, કિરણભાઈ માળી સહિત સૌએ સાથે મળી ડો.જીગરભાઈનુ સાફો બંધાવી ફૂલહાર પહેરાવી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કર્યું હતું.
ડો.જીગરભાઈએ પણ પૂજ્ય જલારામ બાપા સહિત તમામ દેવોને ફૂલહાર પહેરાવી આશીર્વાદ લીધા હતા.આ શુભ અવસરે ડો.સી.કે.પટેલ, ડો.રમેશભાઈ વારડે,મોતીલાલ આસનાની, કિશોરભાઈ સાંખલા, લીલાધરભાઈ આચાર્ય, દિનેશભાઇ દીપ, પ્રવિણભાઇ સાધુ સહિત ડીસાની વિવિધ સંસ્થાઓના અંદાજે 200 જેટલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જલારામ મંદિરથી શરૂ થયેલી સન્માનયાત્રા સ્પોર્ટ્સ ક્લબ ખાતે પહોંચ્યા બાદ ત્યાં સન્માનનો વિશેષ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

Related posts

*જોડીયા ના પીઠડ ગામે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ યોજાયો હતો*

Hello Morbi

*HELLO MORBI NEWS:લજાઈ ખાતે ૧૭ સપ્ટેમ્બરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે; કલસ્ટર હેઠળના ગામ લોકોને લાભ લેવા અનુરોધ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી આયુષ હોસ્પિટલના યુરો સર્જન ડો. કેયુર પટેલ દ્વારા 𝟐 વર્ષના બાળકની સફળ સર્જરી મોરબીમાં પ્રથમ વખત*

editor

Leave a Comment