• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના ટંકારા ખાતે આગામી તા.૨૮ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૨૮-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.

ઈચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે. ના જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. ટીમ*

editor

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

editor

*ટેંટોડા ગૌશાળાને લમ્પી સારવાર માટે ડીસાના મહેન્દ્રભાઈ પટેલ દ્રારા rરૂપિયા 1,11.111 નો ચેક અર્પણ*

Hello Morbi

Leave a Comment